Get The App

રૃા.5000ના લાંચ કેસમાં ઓલપાડ પ્રાંત ના.કલેકટર કચેરીના કલાર્કને ત્રણ વર્ષની કેદ

16 વર્ષ પહેલાં લેન્ડ રેવન્યુ કોડની કલમ-73(એ)(એ)ના પ્લોટની ખરીદી માટે પરવાનગી માંગતી અરજી અંતર્ગત બાલકૃષ્ણ કોટવાલે લાંચ માંગી હતી

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News


 રૃા.5000ના લાંચ કેસમાં ઓલપાડ પ્રાંત ના.કલેકટર કચેરીના કલાર્કને ત્રણ વર્ષની કેદ 1 - image

સુરત


16 વર્ષ પહેલાં લેન્ડ રેવન્યુ કોડની કલમ-73(એ)(એ)ના પ્લોટની ખરીદી માટે પરવાનગી માંગતી અરજી અંતર્ગત બાલકૃષ્ણ કોટવાલે લાંચ માંગી હતી

     

આજથી 16 વર્ષ પહેલાં અનુસુચિત જનજાતિના શખ્સ પાસેથી પોતાના બનેવીને કીમ ખાતે પ્રભુનગરના પ્લોટની ખરીદી માટે લેન્ડ રેવન્યુ કોડની કલમ-73(એ)(એ)ની માટે સુરત જિલ્લા કલેકટર પાસેથી લેવી પડતી પરવાનગીની માંગ અંગે કાયદેસરના કામ માટે ગેરકાયદે રૃ.5 હજારની લાંચ અંગે એસીબીએ ગોઠવેલા છટકામાં સપડાયેલા ઓલપાડ પ્રાંત નાયબ કલેકટર કચેરીના આરોપી કલાર્કને આજે એડીશ્નલ સેશન્સ જજ હિતેશકુમાર એમ.વ્યાસે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની સેક્શન-7 તથા 13(1)(ડી)સાથે વાંચતા 13(2)ના ભંગ બદલ દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ,5 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.

વર્ષ-2016માં ફરિયાદી જાગૃત્ત નાગરિકે પોતાના બનેવી સાક્ષી રમેશ પરમાર સાક્ષી દિનેશ ગામિતનો કીમ ખાતે પ્રભુનગર પ્લોટ નં.11ની ખરીદ કરવા માંગતા હોય લેન્ડ રેવન્યુ કોડની કલમ-73(એ)(એ)માટે સુરત જિલ્લા કલેકટરની મંજુરી મેળવવાની અનિવાર્ય હોઈ બંને પક્ષકારોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અલબત્ત પરવાનગી માંગતી અરજીની કાર્યવાહી માટે નાયબ કલેકટર કચેરી ઓલપાડ પ્રાંત વર્ગ-3ના આરોપી કર્મચારી બાલકૃષ્ણ જગન્નાથ કોટવાલ(બડગુજર)એ કાયદેસરની કામગીરી માટે ગેરકાયદે રૃ.5 હજારની લાંચ માગી હતી.જો કે ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોઈ એસીબીને ફરિયાદ કરી હતી.જેથી ફરિયાદીએ કરેલી અરજીના આાધારે અસીબીના પીઆઈ એસ.એ.ઝીભાએ તા.20-8-08ના રોજ બપોરે 12.20કલાકે બહુમાળી ભવન પાસે સાંઈનાથ કેન્ટીનના ફેમીલી રૃમમાં લાંચનું છટકું ગોઠવ્યું હતુ,જે દરમિયાન આરોપીએ રૃ.5 હજારની લાંચની માંગ કરી સ્વીકારી લેતાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો.જેથી એસીબીએ આરોપી કલાર્ક બાલકૃષ્ણ કોટવાલી પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ-7,13(1) 13(1(ડી) તથા 13(2)ના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

આજરોજ 16 વર્ષ જુના કેસની કાર્યવાહી દરમિયાન ફરિયાદપક્ષે એપીપી વિશાલ ફળદુએ કુલ 9 સાક્ષી તથા 12 દસ્તાવેજી પુરાવા રજુ કરી આરોપી વિરુધ્ધનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો.જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.જેથી આરોપીના બચાવપક્ષે સજામાં રહેમની ભીખ માંગતા જણાવ્યું હતું કે આરોપી તથા તેની પત્ની વયોવૃધ્ધ હોઈ સારવાર ચાલે છે.આરોપીના ગુનાઈત ઈતિહાસ ન  હોઈ ખોટી સંડોવણી કરવામાં આવી છે.આરોપીની વય 60 વર્ષથી વધુ છે.આરોપી સામેની ખાતાકીય તપાસમાં તેની ફરજ બજવણીમા ંતેની કોઈ બેદરકારી દાખવી ન હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે આરોપી રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં કામ કરતા હોઈ તેની ફરજ દેશના લોકો માટે બજાવવાની હોય છે.આરોપી સામે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ સાબિત થયો છે.સમાજમાં ભ્રષ્ટાચાર એ માત્ર સરકાર માટે જ ભયજનક નથી પણ કાયદાના શાસન તથા લોકશાહીને પાયા માટે ખતરારૃપ હોઈ આરોપીને ગંભીર ગુનામાં સમાજમા દષ્ટાંતરૃપ સજા-દંડ ફટકારવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી લાંચીયા આરોપી કર્મચારીને ત્રણ વર્ષની કેદ,રૃ.5 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.


suratcourt

Google NewsGoogle News