Get The App

કાનમાં ઓછું સંભળાવવાના કારણે ટ્રેનની હડફેટે ચડી જતાં જામનગરના 50 વર્ષના પ્રૌઢનું કરૂણ મૃત્યુ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
કાનમાં ઓછું સંભળાવવાના કારણે ટ્રેનની હડફેટે ચડી જતાં જામનગરના 50 વર્ષના પ્રૌઢનું કરૂણ મૃત્યુ 1 - image


Jamnagar : જામનગરમાં નીલકમલ સોસાયટી પાછળ હનુમાન ટેકરીમાં રહેતા 50 વર્ષના પ્રૌઢ કે જેઓ કાને ઓછું સાંભળતા હતા, અને ટ્રેનની હડફેટે ચડી જતાં તેઓને ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નિલકમલ પાછળ હનુમાન ટેકરી નજીક દેવનગરમાં રહેતા વાલાભાઈ હમીરભાઇ ચાવડા નામના 50 વર્ષના પ્રૌઢ ગઈકાલે દેવનગર વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઈનના પાટા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા.

તેઓ કાને ઓછું સાંભળતા હોવાથી અચાનક ટ્રેન આવી જતાં તેઓ ટ્રેનની હડફેટે ચડી ગયા હતા, અને ગંભીર ઇજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યાં તેઓનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પત્ની કારીબેન વાલાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ, મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News