વિદ્યાનગરના પોશ ગણાતા મહાદેવ વિસ્તારમાંથી 50 દબાણો હટાવાયા
- 50 કામદારોની મદદથી પાકાં બાંધકામ દૂર કરાયા
- આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી દબાણો શોધવાનું શરૂ : તબક્કાવાર સફાયો કરાશે
આણંદ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ અને જાહેર માર્ગો ઉપરના દબાણ દૂર કરવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેના સંદર્ભે હવે વિદ્યાનગરના ભરચક ગણાતા મહાદેવ વિસ્તારમાં ૫૦ જેટલા ગેરકાયદેસર દબાણોનો મહા પાલિકાની ટીમે સફાયો બોલાવી દીધો હતો. કાચા પાકા બાંધકામો તેમજ લારી ગલ્લાઓ અને છજાઓ જેસીબી અને કામદારોની મદદ દૂર કરી સરકારી જગ્યા ખૂલ્લી કરાઈ હતી.
દબાણો દૂર કરવા સંદર્ભે નાયબ કમિશનરે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસ અને જાણ કરવા છતાં દબાણો દૂર નહીં કરતા પોલીસ બંદોબસ્ત સાથે રાખી સરકારના નિયમો મુજબ જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. મહાપાલિકાની ખાસ ટીમ દ્વારા ગેરકાયદે દબાણો શોધવામાં પણ આવી રહ્યા છે. તમામ દબાણો ઝડપથી તબક્કાવાર દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. આજે મનાપાના ૫૦ જેટલા કામદારો, જેસીબી સહિતની મશીનરીનો ઉપયોગ કરી અને પોલીસને સાથે રાખીને વિદ્યાનગરમાંથી ૫૦ દબાણો હટાવાયા છે.