Get The App

કાપડ માર્કેટમાં 50 ટકા વેપારીઓએ કામકાજ શરૃ કર્યું

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
કાપડ માર્કેટમાં 50 ટકા વેપારીઓએ કામકાજ શરૃ કર્યું 1 - image


-ઘણાં બહારગામથી આવ્યાં નથી, સોમવારથી રોજીંદા કામકાજમાં ગતિ આવવાની ગણતરી

સુરત

સોમવારથી કાપડ માર્કેટ ખુલવાનું શરૃ થયા પછી હજુ સુધીમાં માંડ 50 ટકા વેપારીઓએ પોતાની દુકાનો ખોલી છે. અત્યારે કામકાજ ખૂબ ઓછું છે, તેથી સાંજના ચાર પાંચ કલાકે મંગળ કરવામાં આવે છે. સોમવારથી રોજિંદા કામકાજમાં ગતિ આવવાની ગણતરીઓ છે.

દિવાળીમાં વતન કે ફરવા ગયેલા પૈકીના ઘણાં વેપારીઓ આવી ગયાં છે અને માર્કેટમાં કામકાજ શરૃ કર્યું છે. જોકે, વેપારીઓ પાસે સ્ટાફ અને કારીગરો અડધાં જ છે. કોઈ કામકાજ થતું નથી. કટીંગ પેકિંગ અને પાર્સલ બનાવનારા કારીગરો પણ ઓછા છે.વેપારીઓ માત્ર સમય પસાર કરી રહ્યાં છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાને કારણે મોટી સંખ્યામાં વેપારીઓ અને કારીગરો વતન ગયાં છે. એક રાજ્યને બાદ કરતાં તમામ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે હવે નજીકના દિવસોમાં વતનથી પરત થવાનું શરૃ થશે. આમછતાં હજુ એક અઠવાડિયું પૂર્વવત થતા નીકળી જશે.

સવારના 11 વાગ્યા પછી માર્કેટમાંની દુકાનો ખુલે છે. સાફ-સફાઈ અને થોડું કામકાજ આટોપી વેપારીઓ અને કારીગરો સમય પસાર કરે છે. જોકે, 4-5 કલાકે દુકાનો મંગળ કરવામાં આવે છે સાંજના 6 વાગ્યા પછી માર્કેટ ફરી પાછું સુમસામ અને રોડ-રસ્તા એકદમ ખુલ્લાં થઈ જાય છે. કારીગરો, મજૂરો અને સ્ટાફ અડધો હોવાથી સાંજ પછી ક્યાંય ટ્રાફિકજામના દ્રશ્યો નથી.


Google NewsGoogle News