વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો : દાહોદ જિલ્લાનો પાંચ વર્ષનો બાળક સીટી ગળી ગયો : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સફળ સર્જરી
Vadodara Sayaji Hospital : દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પાંચ વર્ષના બાળક જયંતકુમાર વિપુલભાઈ તડવીને તેમના ગળામાં સિટી ફસાઈ જવાની બાબત સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યો હતો. જ્યાં તબીબોએ સાવધાની પૂર્વક શ્વાસનળીમાં ફસાયેલી સિટી બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો.
આ બાળક પોતાના ગામમાં રમતા રમતા સિટી ગળી ગયો હતો. આ સિટી શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. આથી તેને તાબડતોબ અહી દાખલ કરવામાં આવ્યો હતો અને બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સ્થિતિ પારખીને ડો.રંજન ઐય્યર તથા અન્ય તબીબોએ તત્કાળ સારવાર હાથ ધરી હતી.
તબીબોની ટીમે મહામહેનતે શ્વાસનળીમાં ફસાયેલી સિટી બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો. હાલમાં બાળકની તબિયત સ્થિર છે.