BIG NEWS: ગુજરાતમાં વર્ગ 3 માટે 15 દિવસમાં 5 હજારની ભરતી જાહેર થશે, હસમુખ પટેલે કરી જાહેરાત
આગામી 15 દિવસમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી કરવામાં આવશે
Government Job Recruitment in Gujarat: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યા કે, આગામી 15 દિવસમાં જ રાજ્યમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
અહેવાલ અનુસાર, રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
પરીક્ષામાં કરાયા મોટા ફેરફાર
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા છે. હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.