ભાઈ સાથે પતંગ બાબતે માથાકૂટ થતાં માતા સહિત પાંચે ઘરમાં ઘૂસી તોડફોડ કરી
યુવતી અને તેની નણંદ સાથે માતાએ ઝપાઝપી કરી
શહેરના કું.વાડામાં બનેલાં મારામારીના બનાવમાં સાત માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતીને ભાઈ સાથે બોલાચાલી થતા મામલો બિચકયો
બનાવની વિગત એવી છે કે, શહેરના કુંભારવાડા રામદેવનગર ખાતે રહેતા હેતલબેન કલ્પેશભાઈ રાઠોડેે સાત માસ પહેલા નજીકમાં રહેતાં કલ્પેશભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.અને સમાધાન પણ થઈ ગયું હતું.દરમિયાનમાં ગત તા.૧૫ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યે હેતલબેન દાદાજી સસરાની અગાશી ઉપર પતંગ ચડાવતી હતા. તે વખતે બાજુની અગાશી ઉપર નાનો ભાઇ વિશાલ હાજર હોય જેણે હેતલબેનનો પતંગ ફાડી નાખ્યો હતો. જેથી હેતલબેન ભાઈ વિશાલને ઠપકો આપતાં હતા.તેવામાં અગાશી ઉપર ભાવસંગ કાંમ્બડ તથા તેનો દિકરો આશીક તથા માતા ભાવુબેન હાજર હતા. તેમાથી ભાવસંગે હેતલબેનને ગાળો આપતાં તે અગાશી ઉપરથી નીચે ઉતરીને શેરીમા આવ્યા હતા.અને ગાળો બોલવાની ના પાડતા ત્રણેયે એકસંપ કરીને હેતલબેન સાથે ઝગડો શરૂ કરી દિધો હતો. ઝઘડાના પગલે નણંદ શિતલબેન વચ્ચે પડતાં યુવતીની માતા ભાવુબેને બન્ને સાથે ઝપાઝપી કરી હતી.અને નણંદ શિલ્પાબેનના વાળ ખેંચી મુંઢ માર માર્યો હતો. તેવામાં મામા વિપુલ વલ્લભભાઈ બારૈયા તથા હિતેષ ઉર્ફે વિકા વલ્લભભાઇ બારૈયાએ આવી ગાળો આપવાની શરૂઆત કરતાં મામલો વધુ ગરમાયો હતો. દરમિયાનમાં યુવતીની માતા ભાવુબેન એક લાકડાનો ધોકો લઈને હેતલબેન ઘરે ગયા હતા અને રૂમમાં લગાડેલ ટી.વી. તથા કબાટના કાચ ઉપર ધોકા મારી તોડફોડ કરી રાચરચિલાને નુકશાન કર્યું હતું. ત્યાર બાદ શેરીમા દેકારો થતા આજુબાજુના લોકો એકત્રિત થઈ જતામામલો શાંત થયો હતો. જો કે, યુવતીની માતા સહિતનાએ હેતલબેનને ફરી વખતે સામે બોલશે તો તેણી અને તેના પતિને જાનથી મારી નાઁખવાની ધમકી પ્પી હતી. બનાવ અંગે હેતલબેને તેમના માતા, મામા સહિત પાંચ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં માર મારી, ધમકી આપી ઘરમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.