Get The App

ખેડા જિલ્લાની 5 પાલિકા, 2 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ખેડા જિલ્લાની 5 પાલિકા, 2 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે 1 - image


- જિલ્લા પંચાયત હસ્તકના કેટલાક ગામોનો નડિયાદ મનપામાં સમાવેશ કરાતા ખેડા જિ.પં.ની ચૂંટણી જાહેર ન કરાઈ

- મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, ખેડા અને મહુધા પાલિકા તથા કપડવંજ અને કઠલાલ તા.પં.ની સામાન્ય ચૂંટણી તેમજ મહેમદાવાદ તા.પં.ની બે બેઠકો અને કપડવંજ પાલિકાની બે બેઠકોની પેટાચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન

નડિયાદ : ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની મુદ્દત પૂર્ણ થયા બાદ તત્કાલ ચૂંટણી ન યોજાતા સરકાર દ્વારા પાલિકાઓમાં વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી હતી. જોકે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મંગળવારે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરી હતી. ખેડા જિલ્લામાં મહેમદાવાદ, મહુધા, ડાકોર, ચકલાસી અને ખેડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, કપડવંજ પાલિકાની બે ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ-૨ની બે બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરાઈ હતી. તમામ બેઠકો માટે તા.૧૬ ફેબુ્રઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે તા.૧૮ ફેબુ્રઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. 

ખેડા જિલ્લામાં નગરપાલિકાઓ, તાલુકા પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી અંગે તા.૨૭ જાન્યુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. 

ખેડા જિલ્લાની મહેમદાવાદ, મહુધા, ડાકોર, ચકલાસી અને ખેડા નગરપાલિકાની મુદ્દત તા.૨ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરી થઈ ગઈ હતી. પાંચેય પાલિકાની પ્રથમ ટર્મમાં ભાજપ અને બીજી ટર્મમાં પાંચ પૈકી મહેમદાવાદ, ડાકોર અને ચકલાસી નગરપાલિકામાં ભાજપની સત્તા યથાવત રહી હતી. જ્યારે ખેડા અને મહુધા નગરપાલિકામાં બીજા ટર્મમાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી લીધી હતી. પાંચેય પાલિકાની બીજી ટર્મ પૂરી થતાં સરકાર દ્વારા ચૂંટણી કરાવવાના બદલે વહીવટદારો મુકવામાં આવ્યા હતા. બાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામત લાગુ કરવા મુદ્દે નિરાકરણ આવતા પાંચેય પાલિકાઓના વોર્ડ સીમાંકન અને અનામતની ફાળવણી થઈ હતી. બાદમાં ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી. 

તાજેતરમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયત હસ્તકના એટલે કે નડિયાદ તાલુકાના કેટલાક ગામોનો નડિયાદ મનપામાં સમાવેશ કરાયો છે. જેથી ખેડા જિલ્લા પંચાયત માટે નવા સીમાંકનો નક્કી કરવાના હોવાથી હાલ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 

ખેડા અને આણંદ જિલ્લામાં  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. પરિણામે જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં. 

પાલિકાની બે અને તા. પં.ની બે બેઠક પર પેટાચૂંટણી

ખેડા જિલ્લામાં કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં.૨ની એક અને વોર્ડ નં.૬ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. જ્યારે મહેમદાવાદ તાલુકા પંચાયતની ૭ હલધરવાસ બિન અનામત સામાન્ય બેઠક અને ૧૬ મોદજ-૨ સામાન્ય સ્ત્રી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે.

5 પાલિકાની 136 બેઠકો માટે ચૂંટણી યોજાશે

વોર્ડના નવા સીમાંકન મુજબ, ખેડા, મહેમદાવાદ, ડાકોર અને ચકલાસી નગરપાલિકામાં સાત વોર્ડ અને મહુધા પાલિકામાં ૬ વોર્ડ રહેશે. જેથી ખેડા જિલ્લાના ૩૪ વોર્ડની ૧૩૬ બેઠકો માટે ખરાખરીનો જંગ જામશે. ૧૩૬ પૈકી ૬૮ બેઠકો ઉપર મહિલા અને ૬૮ બેઠકો ઉપર પુરૂષ કાઉન્સિલરો ચૂંટાશે. 

મહુધા નગરપાલિકા

વસ્તી - 17,722 : કુલ વોર્ડની સંખ્યા - 6

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૩૦૮૭

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૪૮૬

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૨૪૧૯

અનુ.જાતિ 

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૪૬૪

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૨૯૦૨

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૨૩૬૪

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

મહેમદાવાદ નગરપાલિકા 

વસ્તી - 35,368 : કુલ વોર્ડની સંખ્યા - 7

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૫૨૨૩

અનુ.જાતિ

સામાન્ય

પછાત વર્ગ

સામાન્ય 

૪૫૩૩

પછાત વર્ગ

સામાન્ય 

અનુ.જાતિ

સામાન્ય 

૪૯૫૬

પછાત વર્ગ 

સામાન્ય

 સામાન્ય 

સામાન્ય 

૫૦૬૪

સામાન્ય

 સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૫૩૫૧

અનુ.આદિ.

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૪૯૮૦

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૫૨૬૧

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

ખેડા નગરપાલિકા

વસ્તી - 25,575 : કુલ વોર્ડની સંખ્યા - 7

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

 

 

૩૫૬૩

અનુ.આદિ.

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

 

 

૩૯૪૮

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

 

 

૩૨૯૫

સામાન્ય 

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

 

 

૩૭૯૧

પછાત વર્ગ

સામાન્ય 

અનુ.જાતિ 

સામાન્ય 

 

 

૩૫૪૩

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

 

 

૩૯૧૪

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

 

 

૩૫૨૧

અનુ.જાતિ 

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

 

 

ડાકોર  નગરપાલિકા

વસ્તી - 24,396 : કુલ વોર્ડની સંખ્યા - 7

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૩૩૪૩

અનુ.આદિ.

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૨૧૪

અનુ.જાતિ 

સામાન્ય 

 અનુ.આદિ.

સામાન્ય 

૩૭૭૨

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૩૮૩

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૩૬૮૩

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૩૩૮૪

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૩૬૧૭

સામાન્ય 

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

ચકલાસી નગરપાલિકા

વસ્તી - 39,581 : કુલ વોર્ડની સંખ્યા - 7

વોર્ડ

વસ્તી

પહેલી બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૫૫૩૭

સામાન્ય 

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૫૪૫૨

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૬૦૬૬

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૬૦૧૩

અનુ.જાતિ 

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૫૭૮૭

પછાત વર્ગ

સામાન્ય 

સામાન્ય 

સામાન્ય 

૫૨૯૧

સામાન્ય 

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય 

૫૪૩૫

પછાત વર્ગ

સામાન્ય 

પછાત વર્ગ

સામાન્ય


Google NewsGoogle News