આજથી 5 દિવસ શહેરના અલગ-અલગ 5 ફિડરમાં 5 કલાકનો વીજકાપ
- ભરઉનાળે વીજકંપનીએ ફરી વીજ મરામતના નામે વીજકાપ લાદ્યો
- આજે સમર્પણ, કાલે વાઘાવાડી, ગુરૂવારે સંસ્કાર મંડળ, શુક્રવારે પ્રમુખ દર્શન તથા શનિવારે ગુરૂકુળ ફિડર હેઠળના વિસ્તારોમાં સવારે 6 થી 11 સુધી વીજ પુરવઠો બંધ રહેશે
પીજીવીસીએલની યાદી અનુસાર, આવતીકાલ તા.૨૧ને સોમવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી સમર્પણ ફિડર હેઠળ આવતા શિવાજી સર્કલથી સુભાષનગર સુધીના વિસ્તારના ડાબી અને જમણી બાજૂનો વિસ્તાર, લક્ષ્મી સોસાયટી, જૈન દારાસર, રજપુતવાડા, સુભાષનગર ચોકથી એરપોર્ટ રોડ,સંતોષપાર્ક,ભોળાનાથ સોસાયટી,માનસદર્શન-૩,ક્રિષ્ના ટાઉનશીપ, મીરાપાર્ક,રાધાવલ્લભપાર્ક,લીલા ઉડાન સામે મુખ્યમંત્રી આવાસ, રૂવા ૨૫ વારિયા, અંબિકા પાર્ક, સીતારામનગર, શિવ સોસાયટી તથા હરિદ્રાર રેસી.માં વીજપુરવઠો બંધ રહેશે, એ જ રીતે તા.૨૨ને મંગળવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી વાઘાવાડી રોડ ફિડર હેઠળના સાગવાડી,કાળિયાબીડ-સી,નવું અને જુનું ભગવતી પાર્ક,પાણીની ટાંકીની આસપાસનો વિસ્તાર, વૃંદાવન સોસાયટી, ગોકુળધામ શેરી ૧થી ૩, કબિર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકી વિસ્તાર,મેલડી માતાજીના મંદિરનો વિસ્તાર તથા ભયલુભાઈની વાડી વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેશે.
જયારે,તા.૨૪ને ગુરૂવારે સંસ્કાર મંડળ ફિડર હેઠળ આવતાં રૂપાણી,ગુલિસ્તા,ગોળીબાર હનુમાનજી મંદિરની આસપાસનો વિસ્તાર,આતાભાઈ ચોક,જવાહર મેદાન,તપસી બાપુની વાડીની આસપાસનો વિસ્તાર,ક્સ્ટમ ઓફિસની આસપાસનો વિસ્તાર, રિલાયન્સ પંપથી સહકારી હાટ સુધીનો રોડ, જોગર્સ પાર્ક-સુરભી તથા ઈવા સુરભી અને ઘોઘાસર્કલ વિસ્તારમાં સવારે ૬થી બપોરના ૧૧ સુધી વીજપુરવઠો બંધ રહેશે, તા.૨૫ને શુક્રવારે પ્રમુખ દર્શન ફિડર હેઠળના ત્રિપદા કોમ્પલેક્ષ, રામેશ્વર સોસાયટી, પ્રમુખ દર્શન કોમ્પલેક્ષ, ગોકુલધામ સોસાયટી, રાધેશ્યામ પાર્ક, ભાયાણી પાર્ક, નવી-જૂની રૂષિરાજ સોસાયટી, હાદાનગર, સર્વોદય સોસાયટી, સ્નેહમિલન સોસાયટી, સત્યનારાયણ સોસાયટી ૧અને ૨ તથા શિવશક્તિ સોસાયટી ૧ અને ૨માં સવારે ૬થી બપોરના ૧૧ સુધી વીજપુરવઠો બંધ રહેશે. તો, સપ્તાહના અંતે તા.૨૬ને શનિવારે સવારે ૬થી બપોરના ૧૧ સુધી ગુરૂકુળ ફિડર હેઠળ આવતા નેશનલ આર્યન વર્કસ,તખ્તેશ્વર રેસીડેન્સી અને ત્યાંથી શિવાજી સર્કલ જવાના માર્ગનો જમણી ભાગ,મેમણ કોલોની,સિદ્ધિ પાર્ક,શિવાજી સર્કલથી સમર્પણ સોસાયટી અને ચોક તરફનો જમણો ભાગ, નિલકંઠનગર, શિવરંજની સોસાયટી, આકાશગંગા ફલેટસ, અમરદીપ સોસાયટી, સત્યનારાયણ-લક્ષ્મીનારાયણ સોસાયટી તથા વારાહી સોસાયટીનો કેટલોક વિસ્તાર, શ્રીરામ સોસાયટી, કૃષ્ણપાર્ક તથા ફિલ્ટર પ્લાન્ટમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામ પૂર્ણ થયે પૂર્વવત કરાશે તેમ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું.