જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોશિયેશનની ટીમના 5 બોયઝ અને 5 ગર્લ્સ ખેલાડીઓએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમમાં સ્થાન મેળવ્યું
Jamnagar District Cricket Association : જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોશિયેશનની ટીમના એક સાથે 10 ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શન સાથે માનભેર સૌરાષ્ટ્રની અંડર 15ની વુમન્સ ટીમમાં 5 મહિલા ખેલાડીઓએ અને અન્ડર-19ની બોયઝ ટીમમાં 05 ખેલાડીઓએ સ્થાન મેળવ્યુ છે. જે પસંદગી પામેલા 10 ખેલાડીઓ સૌરાષ્ટ્રની ટીમમાંથી સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં રમશે.
સૌરાષ્ટ્રની અંડર 15 વુમન્સ ટીમમાં આનંદી રાવલીયા, ખુશી ઢાપા, વેદિકાબા જાડેજા, રીયા જાદવ અને વિધા નાયક પોતાની આવડત અને મહેનતથી સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મેળવ્યુ છે. આ પાંચેય કિશોરીઓએ માનભેર મહિલા ટીમમાં સ્થાન મેળવી જામનગર શહેરનુ ગૌરવ વધાર્યું છે. અને ક્રિકેટ ક્ષેત્રે પણ મહિલાઓ પાછળ નહી રહે તે સાબિત કરી બતાવ્યુ છે.
તેમજ સૌરાષ્ટ્રની અંડર-19ની બોયઝ ટીમમાં કેરવ રાવલ, જય રાવલીયા, નિર્સગ કાંસુદ્રા, પુષ્પરાજસિંહ જાડેજા અને મીત તાળાએ ડિસ્ટ્રીક ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરીને સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મેળવી જામનગરને ગૌરવ અપાવ્યુ છે.
જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમમાં વર્ષોથી તાલીમ લેતા સગા ભાઈ-બહેનની સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી થતાં પરીવારે ખુશી સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. જય રાવલીયા અને આનંદી રાવલીયા બંને ભાઈ-બહેન ઓલરાઉન્ડર ક્રિકેટર છે.
જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોશિયેશનની ટીમની ખેલાડીઓ ક્રિકેટ-જગતમાં વધુ એક ડગલું આગળ વધારીને સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યા છે. પસંદગી પામેલા ખેલાડીઓ લાંબા સમયથી કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવે છે. ખેલાડીઓને જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ અજય સ્વાદયાએ શુભેચ્છા આપી. આગામી રાજયકક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરીને ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાનુ સપનું પુર્ણ કરે તેવી આશા વ્યકત કરી હતી.
પસંદગી પામેલા ખેલાડીઓ આગામી રાજયકક્ષાની રમાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમશે તેવુ જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનનો મેનેજમેન્ટ વિભાગ સંભાળતા ભરત મથ્થરની યાદીમાં જણાવાયું છે.