Get The App

દાહોદમાં 'સ્પેશિયલ 26'નો પ્લાન ફેલ, નાણા ધીરનાર ધંધાર્થી પર નકલી IT દરોડા પાડનારા 5ની ધરપકડ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
દાહોદમાં 'સ્પેશિયલ 26'નો પ્લાન ફેલ, નાણા ધીરનાર ધંધાર્થી પર નકલી IT દરોડા પાડનારા 5ની ધરપકડ 1 - image


Fake IT Office In Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમાં નકલી આઈટી (Income Tax)અધિકારી બનીને દરોડા પાડવા આવીલી ગેંગનો પદાફાશ થયો છે. 6 અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા શખ્સોએ વડોદરાના જીએસટી ઈન્સ્પેક્ટર સાથે મળી સુખસરમાં આવેલા કાપડ તેમજ ધીરધારનો ધંધો કરતા વેપારીને ત્યાં સ્પેશિયલ 26 મુજબ દરોડા પાડીને 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે, પતાવટ માટે કરી બે લાખ રૂપિયા પડાવ્યા હતાં. દરોડા કરવા આવેલા આઈટી અધિકારીઓ બોગસ છે તેવી માહિતીના આધારે વેપારીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા પાંચ નકલી આઇટી અધિકારીને ઝડપી પાડયા હતાં જ્યારે બે શખસો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતાં.

જાણો શું છે સમગ્ર મામલો

દાહોદનો જમીન દલાલી કરનાર અબ્દુલ ગુંડિયા, રેલવેના વોર્ડ બોય રાકેશ રાઠોડ, અમદાવાદ પોલીસમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા ભાવેશ આચાર્ય, ઉમેશ પટેલ, મનિષ પટેલ, વડોદરા જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ પટેલ અને સુરતના નયન પટેલે સાથે મળી 25 દિવસ પહેલા સુખસરના વેપારી અલ્પેશ પ્રજાપતિને ત્યાં રેકી કરી હતી. અગાઉ અબ્દુલ અને રાકેશ રાઠોડ પણ સુખસર ખાતે જઈ રેકી કરીને આવ્યા હતો. ત્યારબાદ આ સાતેય ભેજાબાજોએ એકબીજાના સંપર્કમાં રહી નકલી ઈન્કમટેક્સ અધિકારી તરીકે દરોડા પાડવાનું આયોજન કર્યું હતું.

સુખસર ખાતે કાપડ અને નાણાં ધીરનારના ધંધા સાથે સંકળાયેલા અલ્પેશ પ્રજાપતિને ત્યાં ઈન્કમટેક્સ અધિકારી તરીકે રેડ કરી દુકાનમાં હિસાબ કિતાબના દસ્તાવેજો તેમજ ગ્રાહકોના ગીરવી મૂકેલા દાગીનાની તપાસ શરૂ કરી હતી. ગભરાયેલા અલ્પેશ પ્રજાપતિએ પતાવટની વાત કરતા ભેજાબાજોએ 25 લાખની માંગ કરી હતી. ગભરાયેલા વેપારીએ 2 લાખ આપ્યા બાદ વધુ પૈસા ઝાલોદથી અપાવવા માટે જણાવતા ભેજાબાજો સાથે વેપારી ઝાલોદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન સુખસર બજારમાં વેપારીને શંકા જતા દરોડા પાડવા આવેલા ભેજાબાજો પાસે ઓળખ કાર્ડ માંગતા રેડ પાડવા આવેલા શખસો ગલ્લા-તલ્લા કર્યા હતાં. 

આ પણ વાંચો: 33 જિલ્લા, 8 શહેરોમાં ભાજપ પ્રમુખ બનવા 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો, 'આંતરયુદ્ધ' જેવી સ્થિતિ


વેપારીને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા નકલી આઈટી અધિકારીઓની ટોળકી ભાગવા જતા સાતમાંથી બે સ્થળ પર જ પકડાઈ ગયા હતા. અન્ય ત્રણને પોલીસે પાછળથી પકડી લીધા હતાં. જ્યારે બે લોકો પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અસલી જીએસટી ઇન્સ્પેક્ટરે નકલી આઇટી ઓફિસર બની રેડની લીડ કરી

સુખસર ખાતે નકલી દરોડામાં પકડાયેલા આણંદના વિપુલ કાછીયા પટેલ સ્ટેટ જીએસટી વિભાગમાં કલાર્ક કે તરીકે ભરતી થયો હતો. 16 વર્ષ નોકરી કર્યા બાદ વડોદરામાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. જ્યારે નકલી દરોડામાં સામેલ ઉમેશ તેમજ મનિષનો વેવાઈ થતો હવાથી ત્રણેય સંબંધીઓ શોર્ટકટમાં રૂપિયા બનાવવાની લાલચમાં આવી ગયા હતા. અસલી જીએસટી અધિકારી આ ભેજાબાજોએ સાથે મળી નકલી ઈન્કમટેક્સ અધિકારી બન્યો હતો અને સમગ્ર દરોડાને લીડ કરી હતી.

દાહોદ કોર્ટમાંથી સુખસરના વેપારીની બાતમી મળી હતી

નકલી ઈન્કમટેક્સની દરોડામાં સામેલ દાહોદનો અબ્દુલ ગુંડિયા જમીન દલાલીનો ધંધો કરે છે. જ્યારે ભાગી ગયેલો રાકેશ રાઠોડ રેલવેમાં બોર્ડ બોય તરીકે નોકરી કરે છે. આ બંને લોકો કોઈ કામ અર્થે દાહોદની કોર્ટમાં ગયા હતા જ્યાં સુખસરના વેપારીની તેમને બાતમી મળી હતી. શોર્ટકટ રસ્તો અપનાવી રૂપિયા બનાવવાની લાલચમાં આ પ્રકરણમાં સામેલ થયા હતા. એટલું જ નહીં ભાગી ગયેલો રાકેશ રાઠોડ સામે પ્રોંહિબિશનના ચાર કેસો થયેલા છે ઉપરાંત કેટલાક પોલીસ કેસોમાં પંચ તરીકે પણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: કાશ્મીરમાં 'કરીશ્મા' થી ઓછી નથી 'Z મોડ ટનલ', પર્યટકોને થશે ફાયદો, વિશેષતા પણ વખાણવા યોગ્ય


અમદાવાદના ત્રણ પૈકી બે પોલીસમાં નોકરી કરતા હતાં

સુખસર ખાતેથી પકડાયેલાં ભેજાબાજો પૈકી ભાવેશ આચાર્ય અમદાવાદમાં વિવેકાનંદ નગર પોલીસ મથકમાં આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતો હતો. એટલું જ નહીં આરટીઆઈ એક્ટિવિસ્ટ તેમજ પત્રકાર તરીકે કામ પણ કરત હતો. જ્યારે ઉમેશ નામનો વ્યક્તિ વિવેકાનંદ નગર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

દાહોદમાં 'સ્પેશિયલ 26'નો પ્લાન ફેલ, નાણા ધીરનાર ધંધાર્થી પર નકલી IT દરોડા પાડનારા 5ની ધરપકડ 2 - image



Google NewsGoogle News