Get The App

ખેડા અને આણંદ જિલ્લામાં 5.80 લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવાશે

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
ખેડા અને આણંદ જિલ્લામાં 5.80 લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવાશે 1 - image


- તા. 8 થી 10 ડિસેમ્બર સુધી પોલીયો રસીકરણ 

- રવિવારે 2194 બૂથ ઉપર રસીકરણ : રવિવાર બાદ બે દિવસ ડોર ટુ ડોર રસીકરણ ઝુંબેશ હાથ ધરાશે 

નડિયાદ, આણંદ : ખેડા અને આણંદ જિલ્લામાં તા. ૮થી ૧૦ ડિસેમ્બર દરમિયાન પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાશે. તા.૮ના રોજ ખેડા જિલ્લામાં ૧૧૯૩ બૂથ ઉપર ૦થી પાંચ વર્ષના ૩.૩૦ લાખ બાળકોને અને આણંદ જિલ્લામાં ૧૦૦૧ બૂથ ઉપર ૨.૫૦ લાખ બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવી પોલીયોના રોગથી રક્ષિત કરવામાં આવશે. રવિવાર બાદ ડોર ટુ ડોર રસીકરણ ઝુંબેશ યોજાશે

રસીકરણ કાર્યક્રમને લઇ આયોજન માટે ખેડા જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર અને આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા સમિક્ષા કરવામાં આવી હતી. તમામ વિસ્તારો આવલી લેવામાં આવે તેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી. વહિવટી તંત્ર દ્વારા પોલીયો રસીકરણ માટે કામગીરી હાથ ધરવા માટે સુચના આપવામાં આવી  હતી. ખેડા જિલ્લામાં ૧૧૯૩ બૂથ ઉપર ૩.૩૦ લાખ અને આણંદ જિલ્લામાં ૧૦૦૧ બૂથ ઉપર ૨.૫૦ લાખ બાળકોને પોલીયોની રસી પીવડાવાશે. ખેડા જિલ્લામાં ૨૫૭ સુપર વાઇઝરો, ૨૫ મોબાઇલ ટીમ, અને ૨૬ ટ્રાન્ઝીટ ટીમ ફરજ બજાવશે. જ્યારે આણંદ જિલ્લામાં ૧૭૯ મોબાઈલ ટીમ અને ૭૭ ટ્રા?ન્સીટ ટીમ ફરજ બજાવશે. 


Google NewsGoogle News