Get The App

વાપીમાં રૂમમાંથી 5.330 કિ.ગ્રા ગાજા પકડાયો : 4.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
વાપીમાં રૂમમાંથી 5.330 કિ.ગ્રા ગાજા પકડાયો : 4.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ 1 - image


Vapi Ganja Smuggling : વાપીના કબ્રસ્તાન રોડ પર આવેલી ચાલીની રૂમમાં એસઓજીએ છાપો મારી 5.330 કિ.ગ્રા. ગાજાનો જથ્થો પકડી એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રોકડા રૂ.4.20 લાખ સહિત કુલ રૂ.4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીના પિતા સામે અગાઉ ત્રણ ગાજાના ગુના નોંધાયા હતા.

વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હે.કો.દિગ્વિજયસિંહ અને પો.કો. અરશદને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે વાપીના કબ્રસ્તાન રોડ પર રાણાની ચાલમાં રહેતા રાજેશ ગુપ્તાની રૂમમાં છાપો માર્યો હતો. જે દરમિયાન સફેદ કલરના પાઉડર ભરેલી કોથળી મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી પરિક્ષણ કરતા ગાજો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે 5.330 કિ.ગ્રા. ગાજાનો જથ્થો, રોકડા રૂ.4.20 લાખ, વજનકાંટો અને મોબાઇલ મળી કુલ રૂ.4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આરોપી કરન ગુપ્તા (ઉ.વ.19) ની ધરપકડ કરી એનસીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા આરોપીની કરેલી પૂછપરછમાં પિતા રાજેશ ગુપ્તા જથ્થો મંગાવતા હતા. નાની નાની પડીકી બનાવી છુટકમાં ઘરેથી વેચાણ કરતા હતા. આરોપીના પિતા રાજેશ ગુપ્તા સામે અગાઉ ગાજાના ત્રણ ગુના નોંધાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News