Get The App

પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકનારા ચેતી જજો, 5,200 લોકોને થયો નવ લાખનો દંડ, રાજકોટમાં તૈયારી

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકનારા ચેતી જજો, 5,200 લોકોને થયો નવ લાખનો દંડ, રાજકોટમાં તૈયારી 1 - image


Surat Municipal Corporation Action : સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઠેકાણે કરાઈ હતી. હવે આ જગ્યાઓ સ્વચ્છ અને સુઘડ રહે તે માટે પાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજીની મદદથી પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારા કે કચરો નાખનારા 5,200 લોકોને કુલ નવ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા પણ આવ્યું એક્શનમાં.

5,200 લોકોને થયો નવ લાખનો દંડ

સુરતના રસ્તામાં કે જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસીટીવીના મોનિટરિંથી 4500 કેમેરા થકી થૂંકબાજી કરતા 5,200 લોકોને ઝડપીને કુલ નવ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકાનો દાવો છે કે, રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, તેમ છતાં આવા થૂંકબાજો સુધરવાનું નામ લેતાં નથી, જેથી આગામી દિવસો હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડની રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી શરૂ કરી દીધી છે.

થૂંકબાજો સામે કાર્યવાહી કરવા કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની વિશેષ કામગીરી

અધિકારીએ કહ્યું કે, 1 એપ્રિલથી થૂંકબાજો સામે કાર્યવાહી કરવા કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં વિશેષ ટીમ મુકાઈ હતી. એસઆઈ સહિતની આ ટીમ સરકારી મિલકતોને ગંદી કરનારા લોકોને સીસીટીવી થકી ઝડપી રહી છે. આવા લોકોને તેમના વાહનના નંબર આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છ સુંદર સુરત’ જે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે શહેરની છબિ બગાડનારા આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસોમાં એન્ફોર્મેન્ટ વધારાશે તેમજ દંડ પણ બેવડો કરી દેવાશે.

આ પણ વાંચો : સુરતમાં મોટી દુર્ઘટના : જીમ અને સ્પામાં વિકરાળ આગ લાગતા બે મહિલાના મોત, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકનારા ચેતી જજો

પાલિકાએ બ્રિજ, ડિવાઈડરો, સર્કલો, ગાર્ડનો, પે એન્ડ યુઝ સહિતની મિલકતો પર રંગરોગાન કરવા ચાર કરોડથી વધુનો ખર્ચો થયો છે. પરંતુ ખુટખાં-મસાલા ખાનારા લોકો રંગરોગાનને બગાડી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાલિકાનો આરોગ્ય વિભાગે દંડનો ચાર્જ બમણાથી ત્રણ ગણો કરવાની તૈયારી કરી છે.

રાજકોટમાં પાન-મસાલા ખાઈને થૂંકનારા સામે પાલિકા એક્શનમાં

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ શહેરમાં પાન-મસાલા ખાઈને જાહેર સ્થળો પર થૂંકનારા સામે એક્શનમાં આવી છે. જેમાં પાલિકા દ્વારા 1,100થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી શહેરના 48 રાજમાર્ગો સહિત 100થી વધુ સર્કલ સહિતની જગ્યાએ થૂંકનારા સામે દંડ વસુલવામાં આવશે. જ્યારે રાજકોટમાં દૈનિક 40 થી વધુ મેમો ઇસ્યુ કરવામાં આવે છે.

આ પણ વાંચો : જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટના : ઘરકામ માટે ઘરે બોલાવીને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ત્રણેયની ધરપકડ

મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે, દંડમાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ મોનેટરીંગ વધારીને ગંદકી ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. જેમાં આરટીઓની મદદ લઈને ગંદકી ફેલાવતા લોકોને દંડ ફટકારવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં રોજના 40થી વધુ મેમો આપવામાં આવે છે. જેમાં પાન-મસાલા ખાઈ ગંદકી કરનાર શખસને 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. 



Google NewsGoogle News