સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ૪૯૧ બીયુ અને ૪૪૭ સીયુ વપરાશે
નગરપાલિકા,
મહાનગરપાલિકામાં બે બેલેટ યુનિટ રહેશે
રાજકીય પ્રતિનિધીઓની હાજરીમાં ગાંધીનગર તાલુકા પંચાયતના ૨૯૬ બીયુ અને ૩૧૨ સીયુ તૈયાર કરાયા ઃ ૧૦ ટકા ઇવીએમ પણ રિઝર્વ રખાશે
કોઇ પણ ચૂંટણી હોય હારેલા ઉમેદવાર પોતાની હારનું ઠીકરું
ઇવીએમ ઉપર ફોડતા હોય છે ત્યારે આ ઇવીએમની પારદર્શિતા ઉપર પણ સવાલો ઉભા થાય છે.તેવી
સ્થિતિમાં નાની ચૂંટણી હોય કે વિધાનસભા લોકસભાની ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ
કમીશનીંગ તથા તેના રેમ્ડમાઇઝેશન ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. હાલ ચાલી રહેલી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન પણ આ પ્રકારે આજે ઇવીએમ કમિશનીંગની કામગીરી
કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન કુલ ૪૯૧
બેલેટ યુનિટ તથા ૪૪૭ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવનાર છે. જે પૈકી ૧૦ ટકા
રિઝર્વ રાખવામાં આવશે જ્યારે પાંચ ટકા ઇવીએમ મશીનનો સેટ ટ્રેનીંગ માટે વાપરવામાં
આવનાર છે.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં કુલ ૨૨૪ મતદાન મથક છે ત્યારે
અહીં ૨૯૬ યુનિટ તૈયાર કરીને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત દહેગામમાં હાલિકા જિલ્લા
પંચાયતની બેઠક તથા તાલુકા પંચાયતની લવાડ બેઠક માટે કુલ ૬૫ ઇવીએમ તૈયાર કરાયા છે.
માણસા નગરપાલિકાની ચૂંટણીમાં બે બેલેટ યુનિટ જ્યારે એક કંટ્રોલ યુનિટ વાપરવામાં
આવશે અહીં ૮૦ બેલેટ યુનિટ જ્યારે ૪૦ સીયુ વપરાશે. આવી જ રીતે કલોલ નગરપાલિકાની એક
જ બેઠક માટે ૪૦ બેલેટ યુનિટ જ્યારે ૨૦ કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે.