આંકલાવ, બોરિયાવી અને ઓડ નગર પાલિકામાં 49 અપક્ષોની ઉમેદવારી
- ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ
- અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ નામો જાહેર કરશે શનિવારે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થશે
ઓડ, આંકલાવ અને બોરિયાવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાને માત્ર એક જ દિવસ બાકી છે. ત્યારે શુક્રવારે ઉમેદવારીપત્રો ભરવાની સંખ્યામાં વધારો થયો હતો. આંકલાવ નગરપાલિકામાં ૧૮ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે ઓડ નગરપાલિકામાં પણ ૧૮ અને બોરિયાવી નગરપાલિકામાં ૧૩ અપક્ષોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યા સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરિણામે બંને પક્ષોના કાર્યકરોમાં પણ અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે ત્યારે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારોની કતારો લાગવાની શક્યતા સેવાઈ રહી છે. પક્ષ તરફથી મેન્ડેટ ના મળે તો કેટલાક દાવેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારીઓ આરંભી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, શનિવારે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હોવાથી મોડીસાંજ સુધીમાં ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થશે.
ત્રણેય પાલિકાની 72 બેઠકો માટે કયાં અપક્ષ ઉમેદવારી નોંધાઇ
વોર્ડ
નંબર |
આંકલાવ |
ઓડ |
બોરિયાવી |
એક |
૫ |
૩ |
૨ |
બે |
૬ |
૪ |
૨ |
ત્રણ |
૧ |
૨ |
૨ |
ચાર |
૨ |
૪ |
૩ |
પાંચ |
૨ |
૩ |
૪ |
છ |
૨ |
૨ |
૦ |