નડિયાદ રેલવેમાં એક વર્ષમાં અકસ્માતે મોતના 49 બનાવ
- 33 મૃતકોની ઓળખ થઈ, 16 બીનવારસી જાહેર
- ટ્રેનમાંથી અકસ્માતે પડી જવાના, આપઘાતના બનાવો કેટલાક અશક્તો સ્ટેશન પર જ અંતિમ શ્વાસ લે છે
નડિયાદમાંથી દૈનિક અનેક પેસેન્જર અને ગુડ્સ ટ્રેનો પસાર થતી હોય છે. જેથી રેલવે સ્ટેશન સતત મુસાફરોની અવરજવરથી ધમધમતું રહેતું હોય છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનમાંથી અકસ્માતે પડી જવાના, ટ્રેનમાં ચઢવા જતી વખતે પડી જવાના, ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરવાના બનાવો બનતા હોય છે. ઉપરાંત નડિયાદ રેલવે સ્ટેશન પર અને રેલવે યાર્ડમાં ગોદીમાં બીમાર, નિઃસહાય, અશક્ત લોકો વસવાટ કરે છે. તે પૈકી ઘણાં અશક્તો રેલવે સ્ટેશન પર જ અંતિમ શ્વાસ લેતા હોય છે. અકસ્માતના બનાવમાં નડિયાદ રેલવે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આવા અકસ્માતનો ભોગ બનેલા કેટલાક મૃતકોની ઓળખ થતી નથી. ગત વર્ષ ૨૦૨૪માં જાન્યુઆરી થી ડિસેમ્બર મહિના દરમિયાન અકસ્માત મોતના કુલ ૪૯ બનાવો નોંધાયા છે. રેલવે પોલીસ મથકે નોંધાયેલા અકસ્માતે મોતના ૪૯ મૃતકો પૈકી ૩૩ મૃતકોની ઓળખ થઈ હતી. જ્યારે ૧૬ મૃતકોના કોઈ વાલી-વારસ મળી આવ્યા ન હતા.
એક વર્ષ દરમિયાન ક્યા મહિનામાં કેટલા લોકોનાં મોત નિપજ્યાં
મહિનો |
મૃતકની
સંખ્યા |
જાન્યુઆરી |
૬ |
ફેબુ્રઆરી |
૩ |
માર્ચ |
૧ |
એપ્રિલ |
૭ |
મે |
૭ |
જૂન |
૪ |
જૂલાઈ |
૪ |
ઓગસ્ટ |
૧ |
સપ્ટેમ્બર |
૩ |
ઓક્ટોબર |
૭ |
નવેમ્બર |
૪ |
ડિસેમ્બર |
૨ |