Get The App

13 વર્ષની તરૃણી પર જાતીય હુમલામાં 48 વર્ષીય આધેડને ત્રણ વર્ષની સખતકેદ

તરૃણીનો બદઈરાદે પીછો કરી ધાકધમકી આપી વણછાજતાં સ્પર્શ કર્યો હતો ઃ ભોગ બનનારને રૃા.2 લાખ વળતર ચુકવવા હુકમ

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
13 વર્ષની તરૃણી પર જાતીય હુમલામાં  48 વર્ષીય આધેડને ત્રણ વર્ષની સખતકેદ 1 - image


 સુરત

તરૃણીનો બદઈરાદે પીછો કરી ધાકધમકી આપી વણછાજતાં સ્પર્શ કર્યો હતો ઃ ભોગ બનનારને રૃા.2 લાખ વળતર ચુકવવા હુકમ

પાંચેક વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસની હદમાં રહેતી 13 વર્ષીય તરૃણીને ધાકધમકી આપી બળજબરીથી જાતીય હુમલો કરી શારીરિક અડાપલા કરીને પોક્સો એક્ટનો ભંગ કરનાર 48 વર્ષીય આરોપી આધેડને આજે પોક્સો એક્ટના ભંગના કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ અતુલકુમાર આર.પટેલે દોષી ઠેરવી પોકસો એક્ટના કલમ-7 સાથે વાંચતા કલમ-8 મુજબના ગુનામાં ત્રણ વર્ષની સખ્તકેદ,50 હજાર દંડ ન ભરે તો છ માસની કેદ તથા ભોગ બનનારને રૃ.2 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

બમરોલી ખાતે સાઈદર્શન સોસાયટીમાં રહેતા 48 વર્ષીય આરોપી અજય ધનસુખલાલ ઓગરીવાલા વિરુધ્ધ ગઈ તા.23-5-22ના રોજ 13 વર્ષીય તરૃણીની ફરિયાદી માતાએ પોતાની સગીર પુત્રીને ડીસેમ્બર-2021 દરમિયાન ધાકધમકી આપીને બળજબરીથી ચોકલેટ-કપડા અપાવવાની લાલચ આપીને એકથી વધુવાર પીછો કરીને છાતીમાં અણ છાજતાં સ્પર્શ કરીને પોક્સો એક્ટનો ભંગ કરવા બદલ સલાબતરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી સલાબતપુરા પોલીસે આરોપી આધેડની ધરપકડ કરી જેલભેગો કરી નિયત સમયમાં ચાર્જશીટ રજુ કરીને આરોપી વિરુધ્ધ કેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદી તથા તેના પતિએ બળજબરીથી નાણાં કઢાવવા હાલમાં ખોટા આક્ષેપ કરતો કેસ કર્યો હોવાનો બચાવ લીધો હતો.વધુમાં સમગ્ર બનાવનો સમયગાળો વર્ષ-2020 થી વર્ષ-2021 દરમિયાન કોરાનાકાળનો હોઈ તે વખતે સ્કુલ ટયુશનો બંધ હોવા તથા લોકોને બહાર ફરવા પર પ્રતિબંધ હોઈ ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતુ.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી સંતોષકુમાર કે.ગોહીલે કુલ 14 સાક્ષી તથા 37 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. ફરિયાદી ભોગ બનનારની માતા,પિતા અને ખુદ ભોગ બનનારને ફરિયાદપક્ષના કેસને સંપુર્ણપણે સમર્થન આપ્યું છે.બનાવ સમયે બાળકી સગીર હોવાનું,તબીબી સાક્ષી,પોલીસ સાક્ષીઓએ ફ રિયાદપક્ષનો કેસને સમર્થન આપ્યું છે.આરોપીના બચાવપક્ષે સાક્ષીઓની ઉલટ તપાસ દ્વારા ફરિયાદપક્ષના કેસની વિરુધ્ધની કોઈ હકીકત રેકર્ડ પર લાવવામાં નિષ્ફળ નીવડયા છે.જેથી સમાજમા ંદાખલો બેસે તે રીતે આરોપીને ગંભીર ગુનામાં મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા માંગ કરી હતી.

જેને કોર્ટે માન્ય રાખી આરોપી આધેડે જાતીય ઈરાદાથી ભોગ બનનારના છાતીને સ્પર્શ કરી,કીસ કરીને ઈરાદાપુર્વક અડપલા કર્યા છે.જ્યારે ફરિયાદપક્ષે અન્ય ગુનાઓને શંકા રહિત સાબિત ન કરતાં કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.જ્યારે  પોક્સો એક્ટની ઉપરોકત કલમના ભંગ બદલ સખ્તકેદ,દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ  કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે આરોપીનું કૃત્ય બાળ,સ્ત્રી વિરોધી તથા ભારતીય સંસ્કૃત્તિ અને સમાજને ન છાજે તેવું દુષ્કૃત્ય કર્યું હોઈ સમાજમાં દાખલા રૃપી સજા કરવી ન્યાયી જણાય છે.


suratcourt

Google NewsGoogle News