Get The App

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા 1 - image


- નિયમોનું ઉલ્લંઘન કરતા તેલના પાંચ વેપારી પર તવાઇ

- રૂ. 1.79 લાખના એક્સપાયરી ડેટના તેલના 90 ડબા પણ ઝડપાયા : તેલના નમુનાઓ પણ લેવાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી મહેતા માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા તેલના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી રેઈડ કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ વેપારીઓને ત્યાં ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું જે પૈકી પાંચ જેટલા વેપારીઓ દ્વારા ગેરરીતી કરવામાં આવતી હોવાનું બહાર આવતા તેલના ડબ્બા સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને તેલના નમુનાઓ પણ લેવામાં આવ્યા હતા.

ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમ દ્વારા શહરેની મહેતા માર્કેટમાં આવેલા તેલના વેપારીઓને ત્યાં ગત તા.૧૪ એપ્રિલના રોજ સાંજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેપારીઓને ત્યાં ચેકિંગ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા પાંચ વેપારીઓને ત્યાંથી કુલ ૪,૭૫૧ તેલના ડબા સહિત કુલ રૂા.૮૯.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ એક્સપાયરી ડેટવાળા અંદાજે ૯૦ જેટલા તેલના ડબાઓ કિંમત રૂા.૧,૭૯,૮૨૦નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને પાંચ વેપારીઓ સામે કાર્યવાહી હાથધરી હતી. જ્યારે ખાદ્ય તેલના નમુનાઓ લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં પણ આવ્યા હતા. ઈન્ચાર્જ પુરવઠા અધિકારીની રેઈડથી મહેતા માર્કેટમાં અમુક વેપારીઓ ટપોટપ પોતાની દુકાનો બંધ કરી ભાગી ગયા હતા.

સીઝ કરેલો મુદ્દામાલ અને વેપારીઓની વિગત

વેપારીનું નામ                   જપ્ત કરેલ ડબ્બા          સીઝ કરેલ જથ્થાની કિંમત

મહેશકુમાર કે. વરલાણી        ૧૧૩૯                            ૨૦,૯૩,૮૩૦

હિમાંશુભાઈ વી. પારેખ            ૬૦૪                     ૧૦,૭૦,૩૭૫

ગૌરવભાઈ પી. વોરા           ૪૬૪                       ૯,૪૩,૭૫૦

પંકજભાઈ કે. કોટક                       ૨૧૧                 ૪,૪૩,૫૨૦

ચેલારામ સી. મહેશ્વરી               ૨૩૩૩      ૪૪,૩૨,૭૦૦

     કુલ...                                       ૪૭૫૧      ૮૯,૮૪,૧૭૫

તેલના વેપારીઓ દ્વારા કરવામાં આવતા વિવિધ નિયમોનું ઉલંધ્ધન

(૧) સ્ટોક રજીસ્ટર યોગ્ય રીતે નીભાવતા નથી.

(૨) ખરીદ-વેચાણના બિલોના હિસાબો રજુ કર્યા નહોતા.

(૩) ખાદ્ય ચીજવસ્તુઓની જગ્યાએ સ્વચ્છતાનો અભાવ.

(૪) એક્સપાયરી ડેટવાળા તેલના ડબ્બાઓનો સંગ્રહ કરેલ.

(૫) ઈલેકટ્રીક્ટ વજન કાંટાનું તોલ માપ સ્ટેમ્પીંગ કર્યું નહોતું.

(૬) દુકાનનો બહાર ભાવ લખેલ બોર્ડનો અભાવ

Tags :