ટંકારામાં પાણી પુરવઠા વિભાગનાં પડતર ક્વાર્ટરમાંથી 465 બોટલ દારૂ ઝડપાયો
મોરબી જિલ્લામાં પોલીસે નાતાલ પૂર્વે ૬૫૩ બોટલ શરાબ ઝડપી લીધો
ટીંબડી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર ધોંસ બોલાવી ૯૬૦ લિટર દેશી દારૂનો આથો કબજે કરાયો
ટંકારા પોલીસ ટીમે બંગાવડીમાં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૬૫ કીમત રૂ ૨,૬૦,૮૬૫ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા રહે બંગાવડી વાળા હાજર મળી આવ્યો ના હોય જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે .
વિસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ રહેતા આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરાના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની બોટલ નંગ ૧૫૬ કીમત રૂ ૧,૦૫,૨૫૨ નો મુદામાલ જપ્ત કરી આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે આજ વિસ્તાર વિસીપરા વિજયનગર રોડ પર આરોપી મકબુલ રસુલ ભટ્ટીના મકાનમાં ે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી દારૂની બોટલ નંગ ૩૨ કીમત રૂ ૧૭,૯૫૨ નો મુદામાલ કબજે લીધો છે રેડ દરમિયાન આરોપી મકબુલ ભટ્ટી મળી આવ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામની સીમમાં ડેલ્ટા સ્ટોન ખાણ નજીક રેડ કરી હતી જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને ગરમ આથો ૭૫૦ લીટર, ઠંડો આથો ૧૮૦ લીટર, દેશી દારૂ ૩૦ લીટર અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૧૨,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિનોદ પરષોતમ બારૈયા (ઉ.વ.૩૩) રહે જૂની ટીંબડી ઢોરા વિસ્તાર વાળાને ઝડપી લીધો છે આજ ગામની સીમમાં રેડ કરી હતી જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને ગરમ આથો ૩૦ લીટર, ઠંડો આથો ૬૦ લીટર, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૮૩૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી નીતિન છગન સોમાણીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે