સુરત જિલ્લાની 18 ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 46 શિક્ષકોની ભરતી થઇ જ નથી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News


- 35 ટકા ઘટ છતા સને 2016 થી ભરતીમાં ઉદાસિનતા : 125 શિક્ષકોનું મહેકમ છે પણ 89  શિક્ષકો ફરજ બજાવે છે

                સુરત

સુરત જિલ્લાની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કુલોમાં સને ૨૦૧૬ થી શિક્ષકોની ભરતી થઇ નથી તેવા સંજોગોમાં સુરત જિલ્લામા આવેલી ૧૮ સ્કુલોમાં મંજુર મહેકમ કરતા ૩૫ ટકા  શિક્ષકોની ઘટ હોવાથી લાંબા ગાળે વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભાવી કારર્કિદી પણ વિપરીત અસર પડે તેમ હોવાથી ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માંગ કરાઇ છે. જયારે રાજયમાં ૩૪૫૦ માન્ય વર્ગોની સામે ૬૦૦ શિક્ષકોની ઘટ છે.

ગુજરાત રાજયમાં ૫૭૦ અનુદાન લેતી ખાનગી પ્રાથમિક સ્કુલો કાર્યરત છે. આ શાળાઓમાં ધોરણ ૧ થી ૮ ના અંદાજે ૩૪૫૦ વર્ગો માન્ય છે. આ માન્ય વર્ગોની સામે અંદાજે ૧ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને ૩૪૯૦ શિક્ષકોનુ મહેકમ મંજુર થયુ છે. સને ૨૦૧૬ થી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કુલોમાં શિક્ષકોની ભરતી નહીં થતા સુરત જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા રાજયના શિક્ષણમંત્રીને રજુઆત કરી છે કે હાલ રાજયમાં ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કુલોમાં ૬૦૦ વિદ્યાર્થીઓની ઘટ છે.

આજે આઠ વર્ષ થયા છતા શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જેમાં સુરત જિલ્લામાં આવેલી પ્રાથમિક ગ્રાન્ટેડ ૧૮ સ્કુલોમાં મંજુર થયેલ ૧૨૫ શિક્ષકોના મહેકમ સામે ૮૯ શિક્ષકો હાલ ફરજ બજાવે છે. જયારે ૪૬ શિક્ષકોની ઘટ છે. આ શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઇ છે.ખાસ તો જો આ પરિસ્થિતિમાં સુધારો ના થશે તો સંચાલકો ના છુટકે વર્ગો બંધ કરીને નોન ગ્રાન્ટેડ શાળાઓ શરૃ કરે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થાય તેમ છે.


Google NewsGoogle News