સીએમએ ફાઇનલનું સાઉથ ગુજરાત ચેપ્ટરનું 46 ટકા પરિણામ જાહેર

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
સીએમએ ફાઇનલનું સાઉથ ગુજરાત ચેપ્ટરનું 46 ટકા પરિણામ જાહેર 1 - image


- સુરતના સાત વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા લેવલે ટોપ-50માં : જીનેશ સિપાની ઓલ ઇન્ડિયા લેવલે બીજો રેન્ક અને ગુજરાત ટોપર

        સુરત

ઓલ ઇન્ડિયા લેવલે જુન-૨૦૨૩ માં કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટસ ( સીએમએ ) ની લેવાયેલી જુના કોર્સ અને નવા કોર્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરનું ફાઇનલનું નવા કોર્સનું ૪૬ ટકા અને ઓલ્ડ કોર્સનું ૧૫ ટકા પરિણામ આવ્યુ હતુ. આ પરિણામમાં સુરતના સાત વિદ્યાર્થીઓ ટોપ-૫૦ રેન્કમાં ઓલ ઇન્ડિયા લેવલે મેદાન મારતા સુરતનું નામ દેશભરમાં ગુંજતુ કયુ હતુ. આ વિદ્યાર્થીઓમાં જીનેશ સિપાની ઓલ ઇન્ડિયા લેવલે સેકન્ડ રેન્ક અને ગુજરાતમાં ફસ્ટ આવ્યો હતો.

ધી ઇન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાઇનલની જુન-૨૦૨૩ માં ૨૦૨૨ ના નવા કોર્સની અને ૨૦૧૬ ના જુના કોર્સની પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા ૨૦૧૬ ના જુના કોર્સમાં ૮૬ વિદ્યાર્થીઓમાંથી ફકત ૧૦ જ વિદ્યાર્થીઓ પાસ થતા ૧૫ ટકા અને નવા ૨૦૨૨ ના કોર્સમાં બેઠેલા ૮૬ વિદ્યાર્થીઓમાંથી છ જ પાસ થતા પરિણામ ૪૬ ટકા આવ્યુ હતુ. આ બન્ને કોર્સ થઇને સાત વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા લેવલે ટોપ-૫૦ રેન્કમાં આવ્યા હતા. જેમાં સુરતનો જીનેશ સિપાની દેશભરમાં બીજા રેન્ક સાથે અને ગુજરાતમાં ફસ્ટ આવ્યો હતો. આમ સુરતના વિદ્યાર્થીઓએ સી.એ બાદ સીએમએમાં પણ દેશભરમાં નામ ચમકાવ્યુ છે.સીએમએના સાઉથ ગુજરાત ચેપ્ટરના ચેરમેન ભરત સવાણીના જણાવ્યા મુજબ આપણા સાઉથ ગુજરાત ચેપ્ટરના વિદ્યાર્થીઓ જે રીતે રેન્ક લાવ્યા છે. તે જોતા નેશનલ લેવલ કરતા બમણું પરિણામ આપણુ આવ્યુ છે. જે ખરેખર સુરત માટે ગૌરવની વાત છે.

જે પણ કરો બેસ્ટ કરો, પહેલા પ્રેકટીસ કરો છેલ્લે થીયરી વાંચો : જીનેશ સિપાની

સીએમએ ફાઇનલમાં ઓલ ઇન્ડિયા બીજા રેન્ક સાથે ઉર્તીણ થયેલ જીનેશ સિપાની જણાવે છે કે સીએમએની પરીક્ષાના છેલ્લા બે મહિનામાં સોશ્યલ મીડીયાનો ઉપવાસ કર્યો હોઇ તેમ સંર્પુણ બંઘ કરી દઇને ફકત વાંચન પર ફોકસ કર્યુ હતુ. ગુરૃમંત્ર છે કે જે પણ કરો બેસ્ટ કરો. આ વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓની શીખ આપી હતી કે સૌથી પહેલા સિલેબસ પુરો અને છેલ્લે સમય હોય તો રિવિઝન કરો. સાથે જ પ્રેકટીકલ સ્ટ્રોગ કરો અને થીયરી છેલ્લે વાંચો.આ વિદ્યાર્થી હાલ સીએ ફાઇનલમાં અભ્યાસ કરી રહ્યો છે. તો સી.એ ઇન્ટરમીડીયેડમાં ૩૭ મો, સીએમએ ઇન્ટરમીડીયેડમાં ૧૫ મો અને સીએમએ ફાઇનલમાં બીજો રેન્ક લાવ્યો છે. તેના પિતા ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. મુળ રાજસ્થાનના બિકાનેરના વતની એવા જીનેશને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીમાં કારર્કિદી ઘડવી છે.

સ્ટડી સાથે કનેકટીગ રહેવુ જરૃરી છે : રચિત જૈન

સીએમએ ફાઇનલમાં દેશભરના ટોપ-૫૦ રેન્કમાં દસમાં રેન્ક લાવનાર સુરતના વિદ્યાર્થી રચિત જૈનને પણ વધુ અભ્યાસ કરીને બિઝનેસમેન બનવુ છે. તેના પિતા પણ બિઝનેસમેન છે. વિદ્યાર્થીના જણાવ્યા મુજબ જો સારા માર્કસ કે રેન્ક લાવવો હોય તો સ્ટડી સાથે લાઇવ કનેકટીગ રહેવુ જરૃરી છે.જેમાં ઘણી મદદ થાય છે.

સીએમની ફાઇનલમાં દેશભરમાં ટોપ-૫૦ રેન્કમાં ઝળકેલા વિદ્યાર્થીઓ

૨૦૨૨

વિદ્યાર્થીનું નામ       રેન્ક

જીનેશ સિપાની       ૨

રચિત જૈન            ૧૦

પૂજા શાહ              ૧૧

કાજલ ચૌધરી        ૧૬

લેકસીકા ચાંદક       ૧૬

કેવલ મહેતા          ૨૨

મેશ્વા પટેલ           ૩૫


Google NewsGoogle News