Get The App

રાજગઢ નજીક હોટલમાંથી 450 લીટર ગેરકાયદે ડીઝલ ઝડપાયું

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
રાજગઢ નજીક હોટલમાંથી 450 લીટર ગેરકાયદે ડીઝલ ઝડપાયું 1 - image


- હાઈવે પર ગેરકાયદે ડીઝલનું બેફામ વેચાણ

- ડીઝલ, મીની ટ્રક સહિત રૂ. 2.77 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

- 20 દિવસમાં એક જ આરોપીને બીજી વખત ગેરકાયેદે ડીઝલ વેચતા ઝડપાયો (સ્લેટ)

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર આવેલ હોટલમાંથી ગેરકાયદેસર ડિઝલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે ગેરકાયદેસર ૪૫૦ લીટર ડિઝલ અને મીની ટ્રક સહિત કુલ રૂા.૨.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ૨૦ દિવસ અગાઉ ગેરકાયદેસર ડિઝલ ચોરીના ગુનામાં ઝડપાયો હતો.

ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં ગેરકાયદેસર પેટ્રોલ, ડિઝલ, બાયોડિઝલની ચોરી તેમજ વેચાણ સહિતની પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે હાઈવે પર હરીપરના બ્રિજ પાસે રાજગઢ ગામની સીમ પાસે આવેલી રામદેવ હોટલમાં બાતમીના આધારે દરોડા પાડયા હતા. દરોડામાં જાકીરભાઈ નાસીરભાઈ સીંધીને ગેરકાયદેસર ડિઝલનો જથ્થો ૪૫૦ લીટર (કિં.રૂા.૨૭,૦૦૦) તેમજ મીની ટ્રક કિંમત રૂા.૨,૫૦,૦૦૦ સહિત કૂલ રૂા.૨,૭૭,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦ દિવસ પહેલા આરોપી જાકીરભાઈ નાસીરભાઈ સીંધી રજગઢ પાસે હરિપર બ્રિજ નજીકની એક હોટલમાં ગેરકાયદેસર ડિઝલનું વેચાણ કરતા કરતા રંગે હાથ ઝડપાયો હતો. ત્યારે ફરી વખત આ જ વ્યક્તિને પોલીસે ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.


Google NewsGoogle News