Get The App

સુરત જિલ્લાના 563 પૈકી 440 ગામોમાં ડ્રોનથી જમીન માપણી સંપન્ન

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
સુરત જિલ્લાના 563 પૈકી 440 ગામોમાં ડ્રોનથી જમીન માપણી સંપન્ન 1 - image


- માંડવી સિવાય તમામ તાલુકામં માપણી પુર્ણતાના આરે : ઓલપાડ, કામરેજમાં 10 હજાર પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરી દેવાયા

                સુરત

સુરત જિલ્લાના ૬૫૩ ગામોમાં ડ્રોનથી શરૃ થયેલી જમીન માપણીમાં અત્યાર સુધીમાં ૪૪૦ ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. આ કામગીરી બાદ અત્યાર સુધીમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૬૮ ગામોના ૧૦ હજારથી વધુ પ્રોપર્ટીકાર્ડ તૈયાર થતા ખેડુત ખાતેદારો કે મિલ્કતદારોને ઇસ્યુ કરવાનું શરૃ થયુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલ્કતધારોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી શરૃ થયેલી સ્વામિત્વ યોજનાની શરૃઆત સુરત જિલ્લામાં થયા બાદ ત્રણ ડ્રોનની મદદથી ગામતળની મિલ્કતોની ડ્રોન દ્વારા માપણી શરૃ કરાઇ હતી. જેમાં સુરત જિલ્લાના ૬૫૩ ગામો નક્કી કરાયા હતા. આ ગામોમાં વર્ષની શરૃઆત થી જ ડ્રોન દ્વારા સર્વે શરૃ થઇ ચૂકયો હતો. જેમાં અત્યાર સુધીમાં ૪૪૦ ગામોમાં ડ્રોન દ્વારા તમામ જમીનોની માપણીનો સર્વે સંપન્ન થઇ ચૂકયો છે. આ માપણી થયા બાદ નિયમ મજબ હક્ક ચોકસીની નોટીસ ત્યારબાદ નંબર-૬ ની નોટીસ અને આખરે રેકર્ડ પ્રમોલગ્રેશન થયા બાદ પ્રોપર્ટીકાર્ડ તૈયાર થાય છે. સુરત જિલ્લાના કામરેજ અને ઓલપાડ તાલુકામાં પ્રોપટીકાર્ડ તૈયાર થઇ ગયા છે. જેમાં કામરેજના ૫૧ ગામોમાં ૮૧૧૮ અને ઓલપાડના ૧૭ ગામોના ૨૦૭૭ મળીને ૬૮ ગામોના ૧૦ હજારથી વધુ પ્રોપર્ટીકાર્ડ તૈયાર થતા ખેડુત ખાતેદારો અને મિલ્કતદારોને ઇસ્યુ કરવાની કામગીરી શરૃ થઇ છે.

માર્ચ-2024 માં ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ કરવાની છે

સુરત જિલ્લામાં હાલ ફકત માંડવી તાલુકાના તમામ ગામોમાં ડ્રોન સર્વે બાકી છે. બાકીના તમામ ગામોમાં પૂર્ણ થવાના આરે છે. સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રોજેકટ માર્ચ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરી દેવાનો છે. પરંતુ લેન્ડ રેર્કડ વિભાગ દ્વારા આ સર્વે ફેબુ્રઆરીમાં જ પૂર્ણ કરી દેવાશે. અને જેમ જેમ કામગીરી પૂર્ણ થતી જશે તેમ તેમ પ્રોપર્ટીકાર્ડ બનતા જશે.

 આ સર્વે અને પ્રોપર્ટીકાર્ડથી શુ ફાયદો થશે ?

સુરત જિલ્લાના ઘણા ગામોમાં ઘણી એવી મિલ્કતો છે. જેનો ૬૦ વર્ષથી રેવન્યુ રેર્કડમાં કોઇ નોંધ જ પડી નથી. જેના કારણે ડ્રોન દ્વારા સર્વે થયા બાદ પ્રમોલગ્રેશન થયા પછી આ મિલ્કતનો પ્રોપર્ટીકાર્ડ બનશે. જેના કારણે ખેડુત ખાતેદારો કે માલિકોને પ્રોપર્ટીકાર્ડ મળવાથી ફાયદો થશે. અને રેવન્યુ ચોપડે નામ આવી જશે.


Google NewsGoogle News