જામનગરના રાજીવનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી 44 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો પકડાયો
Jamnagar Liquor Crime : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે રાજીવ નગર વિસ્તારમાં એક મકાન પર દરોડો પાડી મકાનમાંથી 44 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી છે, જ્યારે દારૂનો ધંધાર્થી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે.
રાજીવ નગરમાં રહેતા નયન ચીમનભાઈ પરમાર નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળી હતી, આથી પોલીસે તે મકાન પર દરોડો પાડયો હતો. જે દરમિયાન તે મકાનમાંથી રૂપિયા 4400ની કિંમતની ઇંગ્લિશ દારૂની નાની બોટલનો જથ્થો મળી આવ્યો હતો જે કબજે કર્યો છે, અને દારૂના ધંધાથી નયનને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.