જેતપુરમાં ડાઈંગ કારખાનામાંથી 4068 બોટલ વિદેશી શરાબ ઝડપાયો
જૂનાગઢ રોડ પર યોગેશ પ્રિન્ટ સાડી છાપવાના કારખાનામાં દરોડો : રૂ. 7.18 લાખના મુદ્દામાલ સાથે LCB એ કારખાનેદારની ધરપકડ કરી, અન્ય 2ની શોધખોળ ચાલુ કરી
જેતપુર, : જેતપુર પંથકમાં મોટી સંખ્યામાં ડાઈંગ ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતીય મજુરોની પ્યાસ બુજાવવા બુટલેગરો સદા માટે તત્પર રહે છે. આની વચ્ચે રાજકોટ રૂરલ એલસીબી બ્રાન્ચ દ્વારા જેતપુર શહેરમાં સાડી કારખાનામાં થી 4068 નંગ વિદેશી દારૂની બોટલ કુલ 7,18,800/- રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બે બુટલેગરોને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
બનાવની વિગતો મુજબ રાજકોટ રૂરલ પીએસઆઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બ્રાન્ચના પોલીસ કર્મીઓને ને મળેલ ખાનગી બાતમીના આધારે જેતપુર શહેરના જુનાગઢ રોડ પર આવેલ યોગેશ પ્રિન્ટ નામની સાડી કારખાનામાં વિદેશી દારૂની બોટલ નંગ 4068 સાથે એક મોબાઈલ મળી કુલ 7,18,800/- રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જેમાં કારખાના માલિક પિયુષ શાંતિલાલ વેકરીયા રહે.દેસાઈ વાડી ને પકડી પાડેલ જ્યારે દારૂ મગાવનાર અને રાખનાર જગદીશ ઉર્ફે જગો પરેશભાઈ વાઘેલા તેમજ ભગીરથ ઉર્ફે ભદો પરેશભાઈ વાઘેલાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.