Get The App

ઓગષ્ટમાં પામતેલમાં 405, કપાસિયામાં રૂા. 95 ઘટયા,સિંગતેલમાં ઉલ્ટા 20 વધ્યા!

Updated: Sep 2nd, 2022


Google NewsGoogle News
ઓગષ્ટમાં પામતેલમાં 405, કપાસિયામાં રૂા. 95 ઘટયા,સિંગતેલમાં ઉલ્ટા 20 વધ્યા! 1 - image


સૌરાષ્ટ્ર સિંગતેલમાં નફાખોરી જારી  રાજકોટ પામતેલમાં વધુ 40ના ઘટાડા સાથે ડબ્બાના રૂ।. 1640થી 1650, સિંગતેલ રૂ।. 2820ની ઉંચાઈ પર, ભેળસેળ વધવા ભીતિ

 રાજકોટ, : સાઈડ તેલોના ભાવમાં એક માસથી એકધારો  ઘટાડો થઈ રહ્યો હોવા છતાં સિંગતેલને પહેલેથી જ ઉંચાઈ પર લઈ જઈને નજીવા ઘટાડા સાથે મોંઘુદાટ રખાયું છે. ઓગષ્ટના આરંભે પામતેલના ભાવ ડબ્બાના રૂ।. 20 -2045માં રૂ।. 405નો ઘટાડો થઈને આજે રૂ।. 1620-1650 સુધી નીચે ઉતરી ગયા છે ત્યારે સિંગતેલના ભાવ ઓગષ્ટ આરંભે રૂ।.2750-2800ની ઉંચાઈએ હતી તેમાં ઉલ્ટો રૂ।. 20નો વધારો સાથે રૂ।. 2770-2820એ પહોંચાડી દેવાયા છે.  જ્યારે કપાસિયા તેલમાં રૂ।. 95નો ડબ્બે ઘટાડો થયો છે. 

ગુજરાતમાં 17 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને હાલ માર્કેટમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે, રાજકોટ યાર્ડમાં હાલ 2 લાખ કિલો મગફળીની આવક રોજ નોંધાય છે જેના ભાવ રૂ।. 1100થી 1300 વચ્ચે સ્થિર રહ્યા છે. આ પહેલા મિલરોએ સસ્તામાં મગફળી ખરીદી છે અને છતાં મગફળીમાંથી નીકળતા તેલ કૃત્રિમ રીતે મોંઘુદાટ થયું છે.

સિંગતેલને ઉંચાઈ પર ટકાવી રાખતા કપાસનું આ વખતે ગત વર્ષથી પણ 6થી 7 ટકા વધારે , 25.50 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે અને વરસાદ પણ સારો રહ્યો હોય મબલખ પાકની ધારણાં છે છતાં કપાસિયા તેલમાં પામતેલની સાપેક્ષે ઓછો ઘટાડો થયો છે. ગત માસના આરંભે  રૂ।. 2450-2500ના ભાવે નવો 15 કિલોનો કપાસિયા તેલનો ડબ્બો  વેચાતો હતો તેના ભાવ આજે 2355-2405 સુધી નીચે ઉતર્યા છે. 


Google NewsGoogle News