આંધ્ર પ્રદેશના 400 કૃષ્ણ ભક્તોની સોમનાથ મંદિરમાં સંકિર્તનની રમઝટ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
આંધ્ર પ્રદેશના 400 કૃષ્ણ ભક્તોની સોમનાથ મંદિરમાં સંકિર્તનની રમઝટ 1 - image


સોમનાથ શિવાલયમાં કૃષ્ણ સંકિર્તન નાદ ગૂંજ્યો : સોમનાથમાં 15  વાર સંકિર્તન કરી ચૂકેલા કૃષ્ણભક્તો આજે દ્વારકા જઈ જગતમંદિરમાં સંકિર્તન કરશે

પ્રભાસપાટણ, : ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ નંબરના સોમનાથ જ્યોતિર્લિંગનો મોટો મહિમા છે. અહીં દેવોએ પૃથ્વી પર અવતરણ કરીને સોમનાથ શિવલિંગની સ્થાપના કરી છે. ભગવાન બંસીધર શ્રીકૃષ્ણે પ્રભાસક્ષેત્રમાં જ દેહોત્સર્ગ કરી નિત્ય લીલામાં પોઢી ગયા હતા. શિવજીએ ચંદ્ર (સોમ)ને શાપમુક્ત પ્રભાસક્ષેત્રમાં જ કરેેલ છે. આવી પવિત્ર ભૂમિમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં આંધ્રપ્રદેશથી આવેલા 400 કૃષ્ણભક્તોએ સભામંડપમાં કૃષ્ણમૂર્તિ રાખી હરીકિર્તનની રમઝટ બોલાવી હતી. સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે યાત્રિક સુવિધા ભવનના સભામંડપમાં હરીભક્તોએ આ કાર્યક્રમ યોજ્યો હતો.

વિજયવાડા - આંધ્રપ્રદેશના 400 જેટલા ભક્તોએ સભામંડપમાં રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તી રાખી પૂજાપાઠ દિવ્ય આરતી કરી જેને સ્વામી બલરામ ગોવિંદદાસએ હરીકિર્તન શ્રવણ કરાવ્યું હતું. આવી તેમના સંઘની 15મી યાત્રા છે. અહીંથી તા. 3 ડિસેમ્બર દ્વારકા જશે. જ્યાં દ્વારકાધિશ મંદિર, મૂળ દ્વારકા, સુદામા દ્વારકા, રૂક્મણી મંદિર, જાંબુવન ગુફા વગેરે સ્થળે જઈ દર્શન - કિર્તન કરશે. કારતક માસ દિપાર્ચન મહિનો હોવાથી આખો મહિનો ભગવાનને આરતી દીપ કરવાનું મહત્વ છે.તેથી કાર્તિક યાત્રા છેલ્લા પંદર વરસથી ભગવાન શ્રી કૃષ્ણના તીર્થોના દર્શન - દીપ આરતી કરાતી રહે છે


Google NewsGoogle News