Get The App

દક્ષિણ ગુજરાતના 400 CNG પંપ હડતાળે, કેન્દ્રનો નિર્દેશ છતાં કમિશન અંગે કોઈ નિર્ણય નહીં

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં CNG વેચાણમાં કમિશનના વધારાની માંગ

CNG પંપોના માલિકોની હડતાળ આવતી કાલે સવારે 7 વાગ્યા સુધી શરુ

Updated: Feb 6th, 2023


Google NewsGoogle News
દક્ષિણ ગુજરાતના 400 CNG પંપ હડતાળે, કેન્દ્રનો નિર્દેશ છતાં કમિશન અંગે કોઈ નિર્ણય નહીં 1 - image

Image: Twitter



આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં CNG વેચાણમાં કમિશનના વધારાની માંગને લઈ એસોસિએશન  પ્રતિક હડતાળ કરવામાં આવી છે. આજથી શરુ થયેલી આ CNG પંપોના માલિકોની હડતાળ આવતી કાલે સવારે 7 વાગ્યા સુધી શરુ રહેશે.  ગઇકાલે એસોસિએશન દ્વારા એવી પણ ચમકીઓ મળી હતી કે આ હડતાળમાં આજે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપના માલિકો  જોડાશે. ઘણા સમયથી CNG પંપ ધારકો કમિશનમાં વધારાને લઈ વાત વાત કરતા હતા પરંતુ CNG પંપ ધારકોના કમિશન વધારો ન થતા તેમણે આજે પ્રતિક હડતાળનું સાધન હાથ ધર્યું છે. મળતી જાણકારી અનુસાર આ હળતાળમાં સુરતના 160 CNG પંપ હડતાળમાં જોડાયા છે. 

CNG પંપ બંધ રહેતા ઘણા વાહનોને થશે અસર 
સુરતમાં CNG પંપ ધારકોએ 24 કલાક પ્રતિક હડતાળ પર ઉતરતા વાહનચાલકોને મુશ્કેલી વધી છે. આજે CNG પંપ બંધ રહેતા લાખો વાહનોને સીધી અસર થશે. પ્રતિક હડતાળ બાદ પણ કમિશન ન વધવા પર અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકીની પણ વાત મળી રહી છે. 


Google NewsGoogle News