ફતેપુરા તાલુકાના વરુણા ગામે 40 વર્ષીય યુવાનની હત્યા
- હૂમલો કરનાર ટોળાના બે જણ પણ ઇજાગ્રસ્ત
- મૃતકની પત્નીને પરિવારના જ સભ્ય સાથે આડા સંબંધ હોવાના આક્ષેપો બાદ પત્ની પિયર જતી રહી હતી
જ્યારે સામા પક્ષના બે પૈકી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સુખસર સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ હત્યાના બનાવ અંગે મળતી માહિતી મુજબ મુજબ ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે રહેતા ધીરાભાઈ વરસીંગભાઇ મકવાણા ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓના લગ્ન મોટા બોરીદા ગામે વીસ વર્ષ અગાઉ થયા હતા.જેઓને સંતાનમાં એક પુત્ર છે.પરંતુ ધીરાભાઈ મકવાણાની પત્નીને મપરિવારના જ એક શખ્સ સાથે આડો સંબંધ હોવાની વાત ફેલાતા ધીરાભાઈની પત્ની છેલ્લા પંદર દિવસથી પિયરમાં ચાલી ગઈ હતી.
આ દરમિયાન સોમવારે રાત્રિના સમયે મૃતક ધીરાભાઈ મકવાણા તથા કુટુંબના કાંતિ વાલસીંગભાઇ મકવાણા અને ચીમન પુંજાભાઈ મકવાણા તેમજ અન્ય વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું હતું. આ ધીંગાણામાં ધીરાભાઈને હથિયારોના ઘા વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. સામા પક્ષે કાંતિ મકવાણા તથા ચીમન મકવાણાને પણ ઇજાઓ પહોંચતા આ ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા.જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત ધીરાભાઈ વરસીંગભાઇ મકવાણાને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું.જ્યારે ઇજાગ્રસ્ત કાંતિ તથા ચીમનને સુખસર વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. આ ઘટના બાબતે સુખસર પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા મૃતકની પત્ની સહિત હુમલાખોરોની પૂછપરછ કરાઈ રહી છે.