જૂનાગઢના પરબ વાવડી ગામે 4 વર્ષીય બાળક બોરમાં ખાબક્યો, સ્થાનિકોએ જેસીબીની મદદથી બહાર કાઢ્યો
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે એક ચાર વર્ષીય બાળક બોરમાં ખાબક્યો છે. હાલ, જેસીબીની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો છે. મળતી માહિતી અનુસાર, પરપ્રાંતિય પરિવારનો બાળક કોઈ કારણોસર બોરમાં ખાબક્યો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશોનું ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સ્થાનિકો દ્વારા જે.સી.બી. મશીન વડે રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.