Get The App

આપઘાતના ૪ બનાવ : ત્રણ યુવાનો તથા એક યુવતીએ ગળાફાંસો ખાધો

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
આપઘાતના ૪ બનાવ : ત્રણ યુવાનો તથા એક યુવતીએ ગળાફાંસો ખાધો 1 - image


જામનગર, ખરેડી, સલાયા તથા માંગરીયા ગામે

એક યુવાને બીમારીથી કંટાળી પગલું ભર્યાનું ખુલ્યું : ત્રણ બનાવોમાં કારણ અંગે તપાસ

જામનગર :  હાલાર પંથકમાં આપઘાતના ૪ બનાવો બન્યા છે. જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જયારે કાલાવડના ખરેડી ગામમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીદી છે. સલાયા તથા કલ્યાણપુરના માંગરીયા ગામે પણ આપઘાતના બે બનાવો નોંધાયા છે.

જામનગરમાં સત્યમ કોલોની શેરી નંબર-૮માં રહેતા હરપાલસિંહ તખતસિંહ ગેડીયા નામના ૨૭ વર્ષના યુવાને પોતાના ઘેર લાકડાની આડશમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. કાલાવડ નજીક ખરેડી ગામમાં પરેશગીરી બળવતંગીરી ગોસ્વામી નામના ૪૫ વર્ષના યુવાને બીમારીના કારણે પોતાની વાડીએ મકાનમાં પંખા હુંકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર તુષાર ગીરી પરેશગીરી ગોસ્વામીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. ગોહિલ બનાવના સ્થળે પહોંચી ગયા હતાં, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સમીરાબેન અકબરભાઈ સુંભણીયા નામના યુવતીએ શનિવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા અકબરભાઈ મામદભાઈ સુંભણીયાએ સલાયા મરીન પોલીસને કરતા પોલીસે જરૃરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.


Google NewsGoogle News