Get The App

જામનગરના નભોમંડળમાં દેખાતા મંગળ, ગુરુ, શુક્ર તથા શનિના ગ્રહને નિહાળવા અલગ-અલગ ચાર અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
જામનગરના નભોમંડળમાં દેખાતા મંગળ, ગુરુ, શુક્ર તથા શનિના ગ્રહને નિહાળવા અલગ-અલગ ચાર અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે 1 - image


Jamnagar : જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શોની બાજુમાં આગામી તા. 24મી જાન્યુઆરીના રોજ સાંજે 7.00 વાગ્યાથી રાત્રીના 9.00 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ ખગોળ મંડળ, જામનગર તથા એમ.ડી.મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ દ્વાર રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ દરમિયાન મંગળના ગ્રહની માહિતી એમડી મહેતા સાયન્સ સેન્ટર-ધ્રોળના સંજય પંડયા દ્વારા આપવામાં આવશે, જ્યારે ગુરુ ગૃહ તથા શનિ ગ્રહોની માહિતી ખગોળ મંડળ-જામનગરના કિરીટ વ્યાસ દ્વારા આપવામાં આવશે, અને શુક્રના ગ્રહ તથા આકાશના અન્ય તારાઓની માહિતી કિરીટ શાહ દ્વારા આપવામાં આવશે.

આગામી 24મી તારીખને શુક્રવારે સાંજે ઉપરોક્ત બંને સંસ્થા દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે અને જુદા-જુદા ચાર ગ્રહોને અલગ-અલગ ચાર ટેલિસ્કોપના માધ્યમથી નિહાળી શકાય તે માટે પ્રત્યેક ગ્રહ ઉપર એક-એક ટેલિસ્કોપ મૂકવામાં આવશે, અને જે ગ્રહની તમામ ગતિવિધિઓને ટેલિસ્કોપના માધ્યમથી સેટ કરીને તેની પ્રત્યેક મુવમેન્ટને દર્શાવાશે. સાથો સાથ આકાશ ગંગામાં રહેલા અન્ય તારાઓ વિશેની પણ માહિતી આપવામાં આવશે, અને તે તારાઓને ટેલિસ્કોપના માધ્યમથી દર્શાવવામાં આવશે.

આથી જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ખગોળ પ્રેમીઓએ ઉપરોક્ત તમામ પ્લેનેટની પરેડ વિશેની વિશેષ જાણકારી મેળવવા માટે અને ટેલિસ્કોપના માધ્યમથી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે આગામી તારીખ 24મી જાન્યુઆરીના સાંજના 7.00 વાગ્યાથી 9.00 વાગ્યાના સમય ગાળા દરમિયાન પ્રદર્શન મેદાનમાં ઉપસ્થિત રહેવા ઉપરોક્ત બંને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.

 


Google NewsGoogle News