Get The App

આણંદ સબજેલમાં બેદરકારી બદલ 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
આણંદ સબજેલમાં બેદરકારી બદલ 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ 1 - image


- સરપ્રાઈઝ ચેકિંગ વખતે ગંભીર બેદરકારી જણાઈ

- 3 મહિલાઓ મંજૂરી વગર આરોપીઓને મળવા પ્રવેશી હોવાનું બહાર આવતા કાર્યવાહી

આણંદ : આણંદ સબજેલમાં ફરજમાં બેદરકારી રાખનારા ચાર પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકની સૂચનાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

આણંદ જિલ્લામાં આવેલી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તા. ૨૭મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રાતે આણંદ નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમે આણંદ સબ જેલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

દરમિયાન ત્રણ મહિલાઓ હાજર મળી આવી હતી. તપાસ કરતા મંજૂરી વગર અનઅધિકૃત રીતે આરોપીઓને મળવા માટે પ્રવેશ કર્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી ગંભીર બેદરકારી જણાઈ આવતા જેલગાર્ડ ફરજ ઉપરના આ.હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ અંબાલાલ, અ.હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ નારણભાઈ, અ.પો.કોન્સ્ટેબલ શેતલકુમાર દિનેશભાઈ અને અ.પો. કોન્સ્ટેબલ દક્ષેશકુમાર હિંમતભાઈ ચારેય પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકે ફરજ મોકૂફી હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.

Tags :