જામનગરના નજીક રેતી ભરેલા ડમ્પરે કારને ઠોકર મારતાં એક જ પરિવારના 4 લોકોને ઇજા
Jamnagar Accident : જામનગરના ઠેબા ચોકડી પાસે રેતીથી ભરેલા ડમ્પરના ચાલકે અર્ટિગા કારને ઠોકર મારતાં કારમાં બેઠેલા એક જ પરિવારના 4 લોકોને ઇજા થઇ હતી.
જેમાં જામનગરના રાઉમા પરિવારના જીન્નતબેન, ઝુબેદાબેન, રૂબીનાબેન અને એક માસૂમ બાળક અલીફને નાની મોટી ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ, પરિવારજનો દ્વારા પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ અકસ્માતમાં ગંભીર સ્વરૂપે ઘાયલ બનેલા જીન્નતબેનની હાલત અતી ગંભીર હોવાથી તેઓને આઇ.સી.યુ વિભાગમાં ખસેડાયા છે.