Get The App

સુરતમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકીના જોડાણના કામ માટે ગુરૂવારે અઠવા ઝોનના 4 લાખ લોકોને પાણી પુરવઠો નહીં મળે

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
સુરતમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકીના જોડાણના કામ માટે ગુરૂવારે અઠવા ઝોનના 4 લાખ લોકોને પાણી પુરવઠો નહીં મળે 1 - image


Surat Water Shortage : સુરત પાલિકાના અઠવા ઝોનમાં સમાવિષ્ટ આવેલા જળવિતરણ મથક ખાતે અંડરગ્રાઉન્ડ ટાંકીના એક્સપાન્સનની કામગીરી પૂર્ણતાને  આરે છે. આ નવી બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ટાંકીનું હયાત અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે જોડાણની કામગીરી માટે 8 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. જેના કારણે ગુરુવારે અઠવા ઝોનના ચાર લાખ લોકોને પાણી પુરવઠો નહીં મળે આ ઉપરાંત શુક્રવાર 10 જાન્યુઆરીના રોજ પુરવઠો ઓછો પ્રેશરથી, ઓછા જથ્થામાં, નહીંવત માત્રમાં મળવાની શક્યતા રહેલી છે. 

સુરત શહેરના વિસ્તાર અને વસ્તી વધવા સાથે પાલિકાએ પ્રાથમિક સુવિધા માટે કવાયત શરૂ કરી છે. લોકોને પૂરતી માત્રામાં પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા સાથે નેટવર્કનું કામ પણ શરૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકાનાં સાઉથ વેસ્ટ (અઠવા)ઝોન વિસ્તારમાં વેસુ-1 અને વેસુ-2 જળવિતરણમથક ખાતે અંડરગ્રાઉન્ડ ટાંકીના એક્સપાન્સનની કામગીરી પૂરી થવાના આરે છે. નવી બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ટાંકીનું હયાત અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે જોડાણની કામગીરી 8 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. જેના કારણે 9 જાન્યુઆરીના રોજ અઠવા ઝોનના વેસુ, રૂંઢ, મગદલ્લા, ભરથાણા, પીપલોદ વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહી. આ ઉપરાંત 10 જાન્યુઆરીના રોજ પુરવઠો ઓછો પ્રેશરથી, ઓછા જથ્થામાં, નહીંવત માત્રમાં મળવાની શક્યતા તે  સમય દરમિયાન પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો  સંગ્રહ કરવા માટે પાલિકાએ લોકોને અપીલ કરી છે. 

આ વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે   

સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન (અશતઃ વિસ્તાર)

- વેસુ-1 જળ વિતરણ મથક : સવારનો સપ્લાયઃ વેસુ-1 જળ વિતરણ મથકથી ભરથાણા ગામતળ તથા ભરથાણા ટી.પી. વિસ્તાર, જી.ડી.ગોયેન્કા કેનાલ રોડ સુધીનો રત્નરાજ, હેગડેવાર, રોયલ પેરાડાઇઝ, સૂર્ય હેરિટેજ, ઈકો ગાર્ડન વિગેરે વિસ્તાર.  

- વેસુ-1 જળ વિતરણ મથક : બપોરનો સપ્લાય : ઓવરહેડ ટાંકી ESR-8 ના નેટવર્કનો સુમન શૈલ, વેસુ ગામતળ, શોમેશ્વરા ચોકડી, સુડાભવન, કૃષ્ણધામ, દેવદર્શન, સિધ્ધિ રો હાઉસ, વેસુ ગામતળ, રત્ન જયોતિ, સોહમ હાઈટસ, ગૌતમ બુધ્ધ નગર અને પીપલોદ આજુબાજુનો વિસ્તાર.

 વેસુ-2 જળ વિતરણ મથક : સવારનો સપ્લાય : વેસુ, રૂંઢ, મગદલ્લાનો અને તેની આજુબાજુનો વિસ્તાર તથા સુમન સાગર, હાઈ ટેક એવન્યુ, L&T બેચરલ હોસ્ટેલ, નંદીની-૩, વાસ્તુગ્રામ ચોકડી વિગેરે અને તેની આજુબાજુનો વિસ્તાર.

વેસુ-2 જળ વિતરણ મથક : સાંજનો સપ્લાય : ઓવરહેડ ટાંકી ESR-6A ના નેટવર્કના શ્યામ પેલેસ, શૃંગાર રેસીડેન્સી, નંદની-1, 2, નંદનવન-3, સંગાથ રેસીડેન્સી, સ્ટાર ગેલેક્ષી, એલ એન્ડ ટી કોલોની, ઓ.એન.જી.સી. ફેઈઝ-2, ફોઈનીક્ષ, ફલોરન્સ, ક્રિસ્ટલ પેલેસની આજુબાજુનો વિસ્તાર.


Google NewsGoogle News