ધ્રાંગધ્રા હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત હળવદ પંથકનાં 4નાં મોત, 3 ઘાયલ
કાર ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદીને આઈસર સાથે અથડાઈ : લગ્ન પ્રસંગ પુરો કરીને પરત ફરી રહેલાં ગોલાસણ ગામનાં 4 યુવાનોનો અકસ્માત ભોગ બન્યા , ઈજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલમાં
હળવદ, : હળવદ તાલુકાના ગોલાસણ ગામના યુવાનો ધાંગધ્રા તાલુકાના નરાળી ગામે લગ્નમાં ગયા હતા ત્યારે લગ્ન પતાવીને પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે કુડા ચોકડી પાસે વિચિત્ર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફટકાર ડીવાઈડેડ ઠેકીને આઈસર સાથે ટકરાતા તેમાં બેઠેલા ચાર યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણને ઈજા પહોંચી હતી,વધુ સારવાર માટે ધાંગધ્રા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, નાના એવા ગોલાસણ ગામમાં એકી સાથે ચારના મોતથી શોકનું મોજું વ્યાપી જવા પામ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના યુવાનો ધાંગધ્રા તાલુકાના નરાળી ગામે લગ્ન પ્રસંગે ગયા હતા જ્યાંથી પરત ફરતી વેળાએ ગમખ્વાર અકસ્માત નડયો હતો,આ ગોઝારા અકસ્માતમાં 4 યુવાનના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 યુવાનો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ધાંગધ્રા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, યુવાનો લગ્નપ્રસંગમાં નરાળી ગામે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. સ્ટેયરિંગ પરથી કાબૂ ગૂમાવતા કાર ડિવાઈડર કુદી આઈસર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જેમના મૃતદેહને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ૪ યુવાનોને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે સારવાર મળે તે પહેલા જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. આમ અકસ્માતમાં કુલ ૪ યુવાનોના મોત નિપજયા હતા, અન્ય ૩ ઈજાગ્રસ્ત યુવાનોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. હળવદ તાલુકાના નાના એવા ગોલાસણ ગામમાં એકી સાથે ચાર યુવાનના મોત નીપજતા ગામમાં શોકનો મોજો વ્યાપી જવા પામ્યું હતું. - અકસ્માતમાં મૃતકોની નામાવલી 1 કિરણ મનુભાઈ સુરેલા 2 કનભાઈ ભરતભાઈ રાતૈયા 3 ઉમેશ જગદીશભાઈ ઉકેડીયા 4 કાનજીભાઈ ભુપત રાતૈયા અકસ્માતમાં ઈજાગ્રસ્તોની નામાવલી 1 કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા 2 અમિતભાઇ જગદીશભાઈ ઉકેડીયા 3 અન્ય એક યુવાન.