Get The App

ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4ની ધરપકડ, મોડી રાત્રે પોલીસની મોટી કાર્યવાહી

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4ની ધરપકડ, મોડી રાત્રે પોલીસની મોટી કાર્યવાહી 1 - image


Gondal honeytrap case: રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત પાંચ લોકોએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને 7-8 લાખ રૂપિયા પડાવવા માટે ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરીને પદ્મીનીબા વાળા સહિત ચારની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી  ફરાર છે. 

જાણો શું છે મામલો

જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ વાળા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી.

બીજા દિવસે એ યુવતીએ ફોન કર્યો કે મારો ઘરવાળો મરી ગયો છે, હું ખુબ દુઃખી છું, કંઈક મદદ કરો, મારું દેવું ભરી દો, નહીંતર હું દવા પીને મરી જઈશ જેવી વાતો કરી હતી. આરોપ છે કે બાદમાં બે-ત્રણ દિવસ બંને વચ્ચે વાતો ચાલી હતી અને વીડિયો કોલમાં અશ્લિલ હરકતો થઇ હતી.

આ પણ વાંચો: RTE અંગે અગત્યના સમાચાર, 16 હજારથી વધુ અરજી અમાન્ય, જાણો હવે શું કરવાનું?

આ દરમિયાન ત્રણ દિવસ પહેલાં 16મીએ રાત્રે વૃદ્ધને પદ્મિનીબા વાળાએ ફોન કર્યો અને તેજલબેન વિશે વાતચીત કરવાનું કહીને ધમકી આપી હતી. પછી તેમણે ફોન ઉપાડવાનું બંધ કરતા યુવતી અને પોતાના પુત્ર તથા અન્ય બે યુવકો સાથે વૃદ્ધના ઘરે ધસી આવીને ત્રણ કલાક માથાકૂટ કરી. મવડી ઓફિસે આવી 7-8 લાખ રૂપિયામાં પતાવટ કરી ધમકી આપી જતા રહ્યા હતાં. પરિણામે ગભરાઈ ગયેલાં વૃદ્ધે શુક્રવારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

પોલીસે શનિવારે (19મી એપ્રિલ) મોડી રાત્રે મોટી કાર્યવાહી કરીને પદ્મીનીબા વાળા તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે.

ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4ની ધરપકડ, મોડી રાત્રે પોલીસની મોટી કાર્યવાહી 2 - image



Tags :