Get The App

સુરતના વરાછા-એ,બી ઝોનમાં સવારે ચાર કલાકામાં 4 ઇંચ

Updated: Jun 30th, 2022

GS TEAM


Google News
Google News
સુરતના વરાછા-એ,બી ઝોનમાં સવારે ચાર કલાકામાં 4 ઇંચ 1 - image


- મેઘરાજા મનમૂકીને વરસાદ જનજીવન ઠપ થયું :  કતારગામમાં 1.5,  રાંદેર-સેન્ટ્રલ ઝોનમાં અડધો ઇંચ

          સુરત

સુરતના વરાછા-મોટા વરાછા સહિતના આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસતા સવારના ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદી પાણી પડતા આ વિસ્તારમાં ઠેરઠેર પાણી ફરી વળતા જનજીવનને ભારે અસર પડી હતી. જો કે બપોર પછી છુટોછવાયો વરસાદ ઝીંકાતા રાહત અનુભવી હતી.

સુરત શહેરમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહીના પગલે સુરતના વરાછા-એ અને વરાછા-બી ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં સવારથી જ વરસાદ તુટી પડયો હતો. સવારના ૮ થી ૧૦ માં અડધો ઇંચ વરસાદ પડયા બાદ ૧૦ થી ૧૨ના બે કલાકમાં આ બન્ને ઝોનમાં અધધધ ૩.૫ ઇંચ વરસાદ ખાબકતા સમ્રગ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. બે કલાકમાં ધોધમાર વરસાદના કારણે ઘરથી બહાર નિકળવુ પણ મુશ્કેલ બન્યુ હતુ. જો કે બપોરે ૧૨ વાગ્યા પછી મેઘરાજા ધીમા પડયા હતા. અને આખો દિવસ છુટોછવાયો વરસાદ વરસતા આ વિસ્તારના રહીશોએ રાહત અનુભવી હતી. ચાર કલાકમાં ભારે વરસાદના કારણે પાલિકાનું તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. આ બન્ને સિવાય કતારગામ ઝોનમાં ૧.૫ ઇંચ, રાંદેર અને સેન્ટ્રલ ઝોનમાં અડધો ઇંચ, ઉધનામાં આઠ મિ.મિ, લિંબાયતમાં ૪ મિ.મિ અને અઠવામાં ૩ મિ.મિ વરસાદ નોંધાયો હતો.

ઝોન                       કયા વિસ્તારોનો સમાવેશ

વરાછા એ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારો       સુરત બારડોલી રોડને લાગુ સણિયા-હેમાદ, સારોલીનો અમુક ભાગ, કુંભારીયા તેમજ સુરત-કડોદરાની  ઉતરનો વિસ્તાર, પુણા વિસ્તાર

વરાછા બી ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારો      તાપી નદી ઉતરના નવા વિસ્તારો તેમજ મનીષા ગરનાળા પછીનો વિસ્તાર એટલે કે રેલવે લાઇનની પૂર્વ તરફની ટી.પી. સ્ક્રીમ નં-૨૭, ઉત્રાણ-કોસાડ, ટીપી સ્ક્રીમ નં.૭૩, ઉત્રાણ અને કોસાડ ગામતળ, કોસાડ, ભરથાણા, ગોથાણ, ઉમરા 

Tags :