Get The App

નડિયાદમાં નકલી ચલણી નોટો છાપનારા બંને શખ્સોના 4 દિવસના રિમાન્ડ મંજૂર

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
નડિયાદમાં નકલી ચલણી નોટો છાપનારા બંને શખ્સોના 4 દિવસના રિમાન્ડ મંજૂર 1 - image


- 15 દિવસથી ટાઉન પોલીસના નાક નીચે

- વ્હોરવાડના ધૂપેલીના ખાંચામાં ભાડાના મકાનમાંથી 1.03 લાખની બનાવટી નોટો સાથે બે ઝડપાયા હતા

નડિયાદ : નડિયાદ ટાઉન પોલીસના નાક નીચે વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં ભાડાના મકાનમાં ચાલી રહેતા નકલી ચલણી નોટ બનાવવાના છાપખાનામાં ખેડા એસઓજીએ બુધવારે રાત્રે દરોડો કર્યો હતો. એસઓજીએ રૂ.૧.૦૩ લાખની નકલી ચલણી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરાતા બંનેના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

એસઓજીએ મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક (રહે. ધૂપેલીનો ખાંચો, વ્હોરવાડ, નડિયાદ) અને અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ (રહે. શકાલીની ચાલી, મરીડા ભાગોળ, નડિયાદ)ને રૂ.૧૦૦, ૨૦૦ અને ૫૦૦ના દરની રૂ.૧,૦૩,૬૦૦ની કિંમતની કુલ ૩૨૮ નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયા હતા. કાપડની ફેરી કરતા બંને મિત્રોએ યુટયૂબમાં બનાવટી નોટો છાપવાનો વીડિયો જોઈને છેલ્લા ૧૫ દિવસથી પ્રિન્ટર ઉપર નકલી ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હોવાનું કબૂલ્યું હતું. એસઓજીએ પ્રિન્ટર, નકલી ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. તેમજ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતાં બંનેના તા.૧૭ ફેબુ્રઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. ચાર દિવસના રિમાન્ડ દરમિયાન આ કૌભાંડનું માસ્ટર માઈન્ડ કોણ છે? નોટો કોના મારફતે બજારમાં પહોંચાડવામાં આવતી હતી? અત્યારસુધીમાં કેટલી નકલી ચલણી નોટો બજારમાં પહોંચાડવામાં આવી છે? સહિતના પ્રશ્નો અંગે બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવશે.


Google NewsGoogle News