ઇન્વેસ્ટમેન્ટના નામે નિવૃત્ત બેંક ઓફિસર સાથે 87 લાખની ઠગાઈના કેસમાં ચાર પકડાયા
Vadodara Fraud Case : વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા નિવૃત બેન્ક ઓફિસરને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગોએ ફસાવી 87 લાખ પડાવી લેવાનો બનાવમાં સાયબર છે એટલે બેન્ક એકાઉન્ટને આધારે વડોદરાના ચારી યુવકોની ધરપકડ કરી છે.
નિવૃત્ત બેંક ઓફિસર શ્યામ ગોપાલભાઈએ સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં એક લિંક ઉપર ક્લિક કરતા તેમને D226 ગોલ્ડમેન ટ્રેડિંગ હબ ગ્રુપમાં જોઈન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એક લેડીઝ દ્વારા ઇન્વેસ્ટમેન્ટની એડવાઇઝના મેસેજ આવ્યા હતા અને બીજા એક ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યા હતા.
નિવૃત્ત ઓફિસર પાસે એકાઉન્ટ ઓપન કરાવવામાં આવ્યું હતું અને તેમણે કુલ 87 લાખનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમનું બેલેન્સ 4.86 કરોડ દેખાતું હતું. આ રકમ ઉપાડવા જતાં 24 લાખની માંગણી કરવામાં આવી હતી અને તે રકમ નહીં આપતા તેમને ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવ્યા હતા. જેથી સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
વડોદરા સાયબર સેલે આ ફરિયાદને આધારે રકમ ટ્રાન્સફર થઈ હોય તેવા બેન્ક એકાઉન્ટની તપાસ કરતા ઠગો પાસેથી રૂ.10 થી 30,000 જેટલું કમિશન લઈ બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર રિતેશ કનુભાઈ પટેલ વાઘોડિયા રાજ ઉર્ફે લાવી મહેન્દ્રભાઈ ચૌધરી સોમા તળાવ પાસે ડભોઇ રોડ વિકાસ ગોપાલભાઈ કહહાર કિશનવાડી અને મેહુલ રાજેશભાઈ વસાવા આજવા રોડની ધરપકડ કરી હતી.