Get The App

વારસિયા મોબ લીંચિંગની ઘટનામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
વારસિયા મોબ  લીંચિંગની ઘટનામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ 1 - image


વારસિયા વિસ્તારમાં ચોરી કરવા આવેલા ત યુવકો પર ટોળાએ હુમલો કરીને એકને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરી છે.

શનિવારે મળસ કે સાડા ત્રણ વાગ્યે બારસિયા વિસ્તારમાં થયેલી મોબ લીંચીનગની ઘટનામાં સીટી પોલીસે 300 ના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આ ગુનામાં સામેલ (1).રવિ શાંતિભાઈ   (2) જીતેન્દ્ર પાંડુરંગ પવાર બંને રહે વારસિયા શીતળા માતાનો મહોલ્લો.)  (3). સુનિલ અમરલાલ તોડવાની (રહેવા જય અંબે મહોલ્લો વારસિયા) તથા  (4). રિફાકત હનીફ ભાઈ શેખ ( રહે યાકુતપુરા)ની ધરપકડ કરી લોકઅપમાં પૂર્યા છે. આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.


Google NewsGoogle News