Get The App

૬૧ લાખનાં જી.એસ.ટી. કૌભાંડમાં ૪ આરોપી ઝબ્બે

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
૬૧ લાખનાં જી.એસ.ટી. કૌભાંડમાં ૪ આરોપી ઝબ્બે 1 - image


રાજકોટ પોલીસની તપાસ, આરોપી ૩ દિવસ રિમાન્ડ પર

બનાવટી ભાડાં કરારના આધારે જીએસટી નંબર લઇ બોગસ બિલિંગ અને દસ્તાવેજના આધારે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી

રાજકોટ :  રાજકોટમાં પરમાર એન્ટરપ્રાઇઝ નામથી બનાવટી ભાડા કરાર બનાવી તેને સેન્ટ્રલ જીએસટી રાજકોટમાં રજૂ કરી જીએસટી નંબર મેળવી લીધા બાદ ૧૪ જેટલી પેઢીઓના સંચાલકો સાથે મળી બનાવટી બીલીંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવી સરકારને રૃા. ૬૧.૩૮ લાખનો ચૂનો ચોપડવાની ઘટનામાં આર્થિક ગુના નિવારણ શાખાના સ્ટાફે ચાર આરોપીની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલાઓમાં દિપક ટાંક (રહે. રાણાવાવ), રૃષી બગથરીયા, રમેશ ભેટારીયા અને સુધીર રૈયાણી (રહે. ત્રણેય જૂનાગઢ)નો સમાવેશ થાય છે. પીઆઈ એસ.એન.જાડેજાએ ચારેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ૩ દિવસનાં રિમાન્ડ પર મેળવી પૂછપરછ શરૃ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ કૌભાંડમાં રાજકોટમાં સીજીએસટીનાં સુપ્રીટેન્ડેન્ટ જયપ્રકાશસિંઘ રામચંદ્રસિંઘે પરમાર એન્ટરપ્રાઇઝ નામે પેઢી ખોલનાર (શોપ નં. ૬, ભગવતીપરા), યશ ડેવલોપર (દર્ષિત કોમ્પ્લેક્સ, રાજકોટ), ઇકરા એન્ટરપ્રાઇઝ (ગોંડલ ચોક પાસે મફતીયાપરા, કોટડાસાંગાણી), સીવીલપ્લસ એન્જીનીયરીંગ (દુકાન નં. ૭, રઘુવીર એપાર્ટમેન્ટ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ), ધનશ્રી મેટલ (પડવલા, તા. કોટડાસાંગાણી), ડીએ એન્ટરપ્રાઇઝ (નંદવિહાર રેસીડેન્સી અમદાવાદ), આર્યન એસોશીએટ (ગામતળ પ્લોટ નં. ૩, આજોઠા, વેરાવળ), જ્યોતિ ઇન્ફ્રાસ્ટ્રકચર (લક્ષ્મીનગર સોસાયટી, સરથાણા, સુરત), અહાર્મ સ્ટીલ (મેરીડીયન સ્કવેર, વિદ્યાનગર, ભાવનગર), રિધ્ધિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ગાંધીનગર), આશાપુરા ટ્રેડીંગ (બાલાજી એમ્સ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, કોઠારીયા રાજકોટ), શિવ મિલન પ્લાસ્ટિક અને ગ્લોબટ્રા ઇમ્પેક્સ (સ્વાતિ પાર્ક, રતનપર, રાજકોટ), મા દુર્ગા સ્ટીલ, શુભ-લાભ એસ્ટેટ (છત્રાલ રોડ, કડી, મહેસાણા), મારૃતિ નંદન કન્સ્ટ્રકશન ( ગોમતીનંદન સોસાયટી, જૂનાગઢ)ના સંચાલકો અને લખુભા નાનભા જાડેજા (મોટી ખાવડી જામનગર) સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે જૂન ૨૦૨૩થી તા. ૩૦-૯-૨૦૨૩ દરમિયાન અજાણ્યા શખ્સે પરમાર એન્ટરપ્રાઇઝ નામથી બનાવટી ભાડા કરાર  બનાવ્યો હતો. જેને સેન્ટ્રલ જીએસટી વિભાગમાં ઓનલાઇન રજૂ કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. બાદમાં બોગસ ઇનપુટ ટેક્સ મેળવવા અન્ય ૧૪ પેઢીનાં સંચાલકો સાથે મળી બનાવટી બીલીંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવી સરકારને રૃા. ૬૧.૩૮ લાખનો ચુનો ચોપડયો હતો


Google NewsGoogle News