Get The App

જીઓ કસ્ટમર કેરમાંથી વાત કરવાના બહાને બેંક ખાતામાંથી ફ્રોડ : તપાસ કરતા રૂ.4.94 લાખથી વધુની ઠગાઈની જાણ થઈ

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
જીઓ કસ્ટમર કેરમાંથી વાત કરવાના બહાને બેંક ખાતામાંથી ફ્રોડ : તપાસ કરતા રૂ.4.94 લાખથી વધુની ઠગાઈની જાણ થઈ 1 - image


Vadodara : વડોદરાના નંદેસરી વિસ્તારની કંપનીના નોકરીયાતની પત્ની પોતાના બગડી ગયેલા જીઓ ફાઇબરના એડેપ્ટર અંગે જીઓ ફાઇબર હેલ્પલાઇન નંબર ગુગલ પર સર્ચ કરતી વખતે સાયબર ઠગ ટોળીનો ભેટો થઈ ગયો હતો. ટોળકીએ કસ્ટમર કેર નામની એપિકે ફાઈલ ડાઉનલોડ કરાવવાના બહાને બે કલાક સુધી મોબાઈલ પર કરેલી વાતોમાં મહિલાના ખાતામાંથી 37500નો ફ્રોડ થયા અંગેના ચાર મહિના અગાઉના બનાવમાં ફરિયાદ નોંધાવવા જતા બેંકમાં ચાલતી કાર લોન પર ટોપ લોનના બહાને રૂ.4,94,534 કપાઈ ગયાની જાણ થતા જ મહિલાએ ગોરવા પોલીસ મથક અને સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. 

બનાવની વિગત એવી છે કે સુભાનપુરા હાઈટેન્શન રોડના ફોરમ કોમ્પલેક્ષમાં રહેતા સુનિલભાઈ પટેલ નંદેસરીની કંપનીમાં નોકરી કરે છે. તેમના પત્ની મમતાબેન (54)નું બેંક એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાં છે. તેમના જીઓ ફાઇબર નેટ કનેક્શનનું એડપ્ટર બગડી ગયું હતું. જેથી ગુગલ પર હેલ્પલાઇન નંબર શોધતા હતા ત્યારે તેમનો ભેટો સાયબર ઢગ ટોળકી સાથે થઈ ગયો હતો. જીઓ કસ્ટમર કેરમાંથી વાતચીત કરતા હોવાના બહાને ગઠિયાઓએ મહિલાની સાથે બે કલાક વાતો કરીને મહિલાને કસ્ટમર કેર એપીકે ફાઈલ તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરાવી દીધી હતી. ત્યારબાદ જુદી-જુદી વાતોમાં ભોળવીને તેમના ખાતામાંથી કુલ રૂપિયા 37500 ઉપાડી લીધા હતા. પરંતુ મહિલાને દાળમાં કંઈક કાળું જણાતા તેમણે ફોન કટ કર્યો હતો. તપાસ કરતા તેમની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી. પરિણામે તેમના ભત્રીજા મંથન જનકભાઈને સમગ્ર બનાવવાની જાણ કરતા તેમણે આઈસીઆઈસીઆઈ બેંકના કસ્ટમર કેરમાં ખાતું અને ડેબિટ કાર્ડ બ્લોક કરવા જણાવ્યું હતું. પરંતુ નાણાની રકમ અંગે જણાવતા બેંકમાંથી જાણ થઈ હતી કે, તમારી ચાલતી કાર લોન પર ટોપ લોન થઈ ગઈ છે અને કુલ રૂપિયા 4,94,534 કપાઈ ગયાની જાણ કરી હતી. જેથી મમતાબેન સુનિલભાઈ પટેલે બનાવ અંગે ગોરવા પોલીસ મથકે અને સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News