Get The App

યુરોપના લકઝમબર્ગમાં નોકરી અપાવવાનું કહી 4.49 લાખ પડાવી લીધા

Updated: Dec 15th, 2024


Google News
Google News
યુરોપના લકઝમબર્ગમાં નોકરી અપાવવાનું કહી 4.49 લાખ પડાવી લીધા 1 - image


યુરોપના લકઝમબર્ગ ખાતે નોકરી અપાવવાનું કહી 4.49 લાખ પડાવી લેનાર શ્રી રંગ કન્સલટન્સીના મહિલા સંચાલક સામે વધુ એક ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

અમદાવાદ સરખેજ વિસ્તારમાં ઉજાલા સર્કલ નજીક વ્રજધામમાં રહેતા આશિષકુમાર ચંદ્રકાંતભાઇ પટેલ અમદાવાદમાં વોડાફોન ઇન્ટરનેશનલ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે યુરોપમાં લક્ઝમબર્ગ જવું હોઇ મારા ઓળખીતા દિપાલીબેન શાસ્ત્રીને વાત કરી  હતી. દિપાલીબેન થકી મારી ઓળખાણ વડોદરામાં શ્રી રંગ કન્સલટન્સીના નામે ઓફિસ ચલાવતા ખુશાલી ઉપાધ્યાય સાથે થઇ હતી. હું સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે સમન્વય સિલિકોન ખાતે ગત  તા. 19-05-2024ના રોજ ખુશાલીને મળ્યો હતો.તેમણે લકઝમબર્ગ જવા માટે 9 લાખનો ખર્ચ થશે. તેવું જણાવ્યું હતું. મેં હા પાડી હતી. મારો પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ અને માર્કશીટો ખુશાલી ઉપાધ્યાયને મોકલ્યા હતા. તેમણે 4.50 લાખ હમણા અને બાકીના 4.50 લાખ યુરોપ ગયા પછી પગારમાંથી કાપવાનું કહ્યું હતું. ખુશાલીએ આપેલો એપોઇન્ટમેન્ટ લેટર લઇને હું દિલ્હી વી.એફ.એસ. ગ્લોબલ ખાતે ગયો હતો. ત્યાં ગયા પછી મને જાણવા મળ્યું હતું કે, એપોઇન્ટમેન્ટ લેટર ખોટો છે. ત્યારબાદ મને શંકા જતા મેં રૃપિયા  પરત માંગ્યા હતા. પરંતુ, મે આપેલા 4.49 લાખ ખુશાલીએ પરત આપ્યા નહતા.

છાણી સોખડા રોડ પર રવિ શિખર ફ્લેટમાં રહેતા નિરવભાઇ રમેશભાઇ રાઠોડના ઔભાઇ  હર્ષ  રાઠોડને પણ યુરોપના લકઝમબર્ગ મોકલવાના બહાને ખુશાલી ઉપાધ્યાયે ત્રણ લાખ પડાવી લીધા હતા. જે અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ  હતી.

Tags :
VadodaraEuropeLuxembourg

Google News
Google News