Get The App

સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી શરુ, ચોમાસામાં શો રખાય છે બંધ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી શરુ, ચોમાસામાં શો રખાય છે બંધ 1 - image


3D light and sound show in Somnath Temple: સોમનાથ મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે ખુશ ખબર સામે આવ્યા છે. સોમનાથ દાદાના દર્શને આવતા દેશ વિદેશના યાત્રીઓ સમક્ષ સોમનાથ તીર્થના ગૌરવને ઉજાગર કરતો 3D લાઇટ ઍન્ડ સાઉન્ડ  શો આજથી (25મી ઑકટોબર)થી શરુ કરવામાં આવશે. 

સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી શરુ, ચોમાસામાં શો રખાય છે બંધ 2 - image

આ શોમાં કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની અંતિમલીલા દર્શાવી નિજધામ ગમન કર્યું, કઈ રીતે આ તીર્થ પ્રભાસ કહેવાયું, શું છે ધાર્મિક કથા સહિતની તમામ બાબતોને આધુનિક 3D ટૅક્નોલૉજીના ઉપયોગથી આવરી લેવામાં આવે છે. 

સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી શરુ, ચોમાસામાં શો રખાય છે બંધ 3 - image

આ પણ વાંચો: વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે પછી ઠાકોર સમાજનો ઠાઠ? જાણો કેવા છે જાતિગત સમીકરણો


ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ 3D લાઇટ ઍન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવે છે. પરંતુ દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને 25મી ઑકટોબરથી પુનઃ શુભારંભ કરવામાં આવ્યો છે. શોનો સમય સાંજે 7:45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર અને તહેવારના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઈને બે શો યોજવામાં આવશે.

સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો ફરી શરુ, ચોમાસામાં શો રખાય છે બંધ 4 - image


Google NewsGoogle News