Get The App

ગુજરાત સરકાર લાખો રૂપિયા ખર્ચી 295 પ્રાણીઓ લાવી હતી, 10%થી વધુનાં મોત, જવાબદાર કોણ?

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સફારી પાર્કમાં દેશ-વિદેશના 38 પ્રાણીના મોતથી ખળભળાટ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકાર લાખો રૂપિયા ખર્ચી 295 પ્રાણીઓ લાવી હતી, 10%થી વધુનાં મોત, જવાબદાર કોણ? 1 - image

image : Socialmedia

ગાંધીનગર,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા વધારવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે દેશ-વિદેશમાંથી 295 જેટલા પ્રાણીઓ લાવીને સફારી પાર્કમાં મુક્ત કર્યા હતા પરંતુ આબોહવા અને નવી જગ્યા માફક નહીં આવતાં 38 જેટલા પ્રાણીઓએ દમ તોડી દીધો છે.

બ્લ્યુ ફિઝન્ટ, સન કોનુર, અલ્પાકા અને સિલ્વર ફ્રઝન્ટ ટકી ન શક્યાં

આ પાર્કમાં વિદેશમાંથી લવાયેલા બ્લ્યુ ફિઝન્ટ, સન કોનુર, અલ્પાકા અને સિલ્વર ફ્રઝન્ટ જેવા પ્રાણીઓની સંખ્યા ઓછી થઇ રહી છે. કેમ કે તેમને વાતાવરણ અનુકૂળ આવતું નથી. વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નર્મદા વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને આકર્ષવા માટે સફારી પાર્કમાં 4.15 લાખનો ખર્ચ કરીને બહારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.

આ પ્રાણીઓમાં સૌથી વધુ 94 ગ્રીન ચીક્ડ કોનુરની સંખ્યા જોવા મળે છે. એ ઉપરાંત 12 સન કોનુર, 10 ગોલ્ડન બ્લ્યુ મકાઉ, આઠ ઇમુ, 10 ફિઝન્ટ, નવ સિલ્વર ફિઝન્ટ, સાત બ્લેક સ્વાન, 6 કેરોલીના ડક, 10 લોરીકીટ કેઇન બો, 8 યલો ક્રાઉન એમોઝોન સહિત કુલ 295 પ્રાણીઓથી સફારી પાર્ક ભરચક બન્યો છે. મોટાભાગે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવેલા છે. આ પાર્કમાં ત્રણ સફેદ સિંહ પણ છે.


Google NewsGoogle News