Get The App

ચોટીલા- રાજકોટ હાઇવે પર બે હોટેલમાંથી 37 હજાર લીટર બાયોડિઝલ પકડાયું

Updated: Mar 17th, 2025


Google News
Google News
ચોટીલા- રાજકોટ હાઇવે પર બે હોટેલમાંથી 37 હજાર લીટર બાયોડિઝલ પકડાયું 1 - image


- ચોટીલા પ્રાંત અધિકારીની ટીમની તપાસમાં

- બાયોડિઝલ, ટેન્ડર, જનરેટર સહિતનો 39.71 લાખનો મુદ્દામાલ જપ્ત, બે હોટેલ સીલ  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ હાઈવે પર તંત્રએ બે હોટેલમાં ચેકિંગ કરીને બાયોડિઝલનો મસમોટો જથ્થો પકડી પાડયો હતો. બે હોટલોમાંથી ૩૭,૭૦૦ લીટર ગેરકાયદેસર પેટ્રોલ(બાયોડિઝલ, એક ટેન્કર સહિત કુલ રૂા.૩૯.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બંને હોટેલની સીલ મારી માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. 

 મોટી મોલડી ગામ પાસે આવેલી યુપી-બીહાર-પંજાબી ઢાબા નામની હોટલમાં પાસ કરતા એક પતરાવાળી ઓરડીમાં ખુણાના ભાગે અંડરગ્રાઉન્ડ આરસીસીની ટાંકીમાં જ્વલનશીલ પેટ્રોલ (બાયોડિઝલ)નો જથ્થો સંગ્રહ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ હોટલના બાથરૂમમાં પણ અંડરગ્રાઉન્ડ આરસીસીના ટાંકામાં જ્વલનશીલ પેટ્રોલનો જથ્થો સંગ્રહ કરેલી હાલતમાં મળી આવ્યો હતો. ખાનગી જમીનમાં ફાયર સેફટીના સાધનો વગર સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત હોટલના માલિકની પુછપરછ કરતા પેટ્રોલની ખરીદી અંગેનું બીલ કે ઓથોરીટી લેટર, એનઓસી, તોલમાપ પ્રમાણપત્ર, પ્રદુષણ બોર્ડનું પ્રમાણપત્ર, સ્ટોક પત્ર, બીલ બુલ કે હિસાબી રેકર્ડ રજુ કર્યા નહોતા. 

હોટલના માલિક જેઠુરભાઈ રામકુભાઈ ખાચર રહે.ઠીકરીયાળી દ્વારા ગેરકાયદેસર રીતે પેટ્રોલનો સંગ્રહ કરી તેનું વેચાણ કરતા હોવાનું જણાતા હોટલના ગ્રાઉન્ડમાંથી ટાંકીમાંથી  અંદાજે ૩૦૦૦ લીટર પેટ્રોલ અને બંનેને ટાંકામાંથી અંદાજે ૩૨,૦૦૦ પેટ્રોલ (બાયોડિઝલ), ડિસપેસીંગ યુનીટ કિંમત રૂા.૧૮,૦૦૦, ઈલેકટ્રીક જનરેટર કિંમત રૂા.૫૦,૦૦૦, ટ્રક કિંમત રૂા.૧૦ લાખ મળી કુલ રૂા.૩૬,૮૩,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને હોટલને પણ સીલ મારી કાર્યવાહી હાથધરી છે.

 હાઈવે પર આવેલા ખુશ્બુ હોટલમાં પણ આકસ્મીક રીતે ચેકીંગ કરતા હોટલના રસોડામાં બનાવેલા પાકી પાણીની ટાંકીના ઉપરના ભાગે પથ્થરથી ઢાંકી ટાંકીઓમાં ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલ(બાયોડિઝલ)નો સંગ્રહ કર્યો હોવાનું જણાતા  તપાસ કરતા બાયોડિઝલ ભરવા માટેના ઉપયોગમાં લેવાતા નાના પીપ, ડોલ, પ્લાસ્ટીકના પાઈપ, નોઝલવગેરે મળી આવ્યું હતું અને  ફાયર સેફટીના સાધનો એન.ઓ.સી. સર્ટીફીકેટ, જીએસટી રજિસ્ટ્રેશન તેમજ પ્રદુષ્ણ નિયંત્રણ બોર્ડનું સર્ટીફીકેટ રજુુ કર્યું નહોતું તેમજ સ્થળ પરથી ૨૭૦૦ લીટર ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલ અને પ્લાસ્ટીકના બેરલ, નાના બકેટ, ગેસના સગળા , ગેસ સિલિન્ડર, ડીવીઆર, ટેબલ, બાંકડા, લોખંડની ખાટલી સહિત કુલ રૂા.૨,૭૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી ન આવેલ હોટલના માલીક વિક્રમભાઈ જોરૂભાઈ ધાંધલ રહે.ખેરડી, તા.ચોટીલાવાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તેમજ હોટલને પણ સીલ માર્યું હતું. 


Tags :
Chotila-Rajkot-highwaybiodiesel

Google News
Google News