વડોદરામાં ન્યુ વીઆઇપી રોડ પર જુગાર રમતા 8 જુગારીયા પાસે 36 હજારની મત્તા કબજે
Vadodara Gambling Crime : વડોદરાના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાથી પોલીસે કરોડો પાડી 8 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ખોડીયાર નગર નજીક સીતારામ નગર પાસે ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતા હરણી પોલીસે દરોડો પાડયો હતો. પોલીસને જોઈ કેટલાક જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ફાવ્યા ન હતા. પોલીસે 8 જુગારીયાઓને ઝડપી પાડી રોકડા રૂ.16,000 અને મોબાઈલ મળી 36,000 ની મત્તા કબજે કરી હતી.
પોલીસે પકડેલા જુગારીઓમાં (1) નારાયણ મુન્નાભાઈ કુશવાહ (2) વિનોદ રવિન્દ્રભાઈ કુશવાહ (3) બંટી રામ પ્રકાશ કુશવાહ (4) અભિનય રાકેશકુમાર કોરી તમામ (રહે. બ્રહ્મા નગર-2, ખોડીયાર નગર પાસે) (5) જીતુ બલવીર સિંહ કુશવાહ (6) દિલીપ માતાપ્રસાદ કુશવાહ (7) આંશુ કુમાર અરવિંદભાઈ ગોયલ (તમામ રહે સીતારામનગર ખોડીયાર નગર પાસે) અને (8) મનોજ ગુરુ દયાળ પાલ (અલખધામ સોસાયટી હાલોલ) નો સમાવેશ થાય છે. આ પૈકી બંટી મધ્યપ્રદેશનો અને બાકીના યુપીના વતની છે.