Get The App

355 વર્ષ પહેલા ઔરંગઝેબે અમદાવાદમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકયો હતો

ઢોલ પીટાવી જનતાને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો

22 નવેમ્બર 1965ના રોજ ઔરંગઝેબે આ ફરમાન કર્યુ હતું

Updated: Nov 2nd, 2021


Google NewsGoogle News
355 વર્ષ પહેલા ઔરંગઝેબે અમદાવાદમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકયો હતો 1 - image


અમદાવાદ,2, નવેમ્બર,2021,મંગળવાર 

હાલમાં વધતા જતા પ્રદૂષણના કારણે દિવાળી પર્વનું પ્રતિક ગણાતા ફટાકડા ફોડવા પર નિયમો લાવવામાં આવ્યા છે પરંતુ અમદાવાદમાં આજથી 350 વર્ષ પહેલા ફટાકડા ફોડવા અને દિવા પ્રગટાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.22 નવેમ્બર 1965ના રોજ મોગલ બાદશાહ ઔરંગઝેબે આ ફરમાન જાહેર કરીને અમલ કરાવ્યો હતો.અમદાવાદ પ્રાંતની જનતાને અનુલક્ષીને તમામ સુબાઓને બાદશાહે હુકમ કર્યો કે આતશબાજી પ્રતિબંધિત છે.વળી ફૌલાદખાનને એવો પણ આદેશ કર્યો કે શહેરની અંદર ઢોલ પીટાવીને જાહેરાત કરો કે કોઇએ આતશબાજી કરવી નહી.

355 વર્ષ પહેલા ઔરંગઝેબે અમદાવાદમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકયો હતો 2 - image

હિંદુઓ દિવાળીનો તહેવાર ભગવાન રામના અયોધ્યામાં ચૌદ વર્ષના વનવાસ અને રાવણ ઉપર વિજયની ખુશાલીમાં ઉજવે છે.જેમાં દિવાઓ પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત ફટાકડા પણ ફોડવામાં આવે છે. મિરાતે ૨૭૬નો ઉલ્લેખ જોતા ઔરંગઝેબે ગુજરાત પ્રાંતના સુબેદારને અમદાવાદ અને તેના પરગણા વિસ્તારમાં હિંદુ રીવાજ મુજબ દિવા પ્રગટાવવા અને દારુખાનું ફોડવું એ માત્ર અંધશ્રધ્ધા જ છે.એવું જાહેર કરીને તેની ઉજવણી પર પ્રતિબંધ મુકતો હુકમ ૨૨ ૧૬૬૫ના રોજ હુકમ કર્યો હતો. 


Google NewsGoogle News